ETV Bharat / city

બાયોડાયવર્સિટી પાર્કને ડેવલપ કરવા બે એજન્સીએ 80 કરોડ આપ્યા, અફલાતુન સુવિધા થશે તૈયાર

સુરત શહેરના (Biodiversity Park Surat) ખાડી કિનારે સાકાર થઈ રહેલા બાયોડાયવર્સિટી પાર્કને ડેવલપ (Biodiversity park development) કરવા માટે ફ્રાંસ અને યુરોપિયન યુનિયનની (France And EU Agencies) સંસ્થા સામે આવી હતી. આ માટે ફ્રાન્સ ડેવલોપિંગ એજન્સી અને યુરોપિયન યુનિયન 80 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે.

ફ્રાન્સ ડેવલોપિંગ એજન્સી અને યુરોપિયન યુનિયનની 80 કરોડની ગ્રાન્ટથી અહીં બનશે બાયોડાયવર્સિટી પાર્ક

author img

By

Published : Jul 1, 2022, 8:10 PM IST

સુરતઃ સુરત સિટીમાં તૈયાર થઈ રહેલા બાયોડાયવર્સિટી (Biodiversity Park Surat) પાર્કને તૈયાર કરવા માટે યુરોપીયન યુનિયન અને ફ્રાંસની બે સંસ્થાઓએ રસ (Biodiversity park development) દાખવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટની (France And EU Agencies) ચર્ચા પેરીસ સુધી થવાની છે. આ બન્ને સંસ્થાઓ રૂપિયા 80 કરોડના ખર્ચે સમગ્ર પાર્ક તૈયાર કરશે. આ માટે પેરીસમાં યોજનારા પ્રોજેક્ટની સ્ટડી ટુરમાં સ્માર્ટ સીટીના સીઈઓ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટી અધ્યક્ષ હાજરી આપશે.

આ પણ વાંચોઃ સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી

શું કહે છે અધિકારીઃ સુરત કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે,પર્યાવરણ અને સામાજીક સુરક્ષા, પ્રોજેકટ વિકાસ અને વ્યવસ્થાપન માટે આ પ્રોજેકટ ની શરુઆત કરાઈ છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અર્બન અફેર્સ સીટીઝ પી.એમ.યુ-પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા પેરીસમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4થી 8જુલાઈ દરમિયાન ફ્રાન્સમાં વર્કશોપ યોજાશે.

આર્થિક મદદ અપાઈઃ આ પ્રોજેકટ કેન્દ્ર સરકાર તરફથી ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA), ફ્રાન્સ ડેવલોપમેન્ટ એજન્સી France Development Agency (AFD) અને યુરોપિયન યુનિયન (EU) ના સંયુકત સપોર્ટથી જુલાઈ-2018 માં શરૂ કરાયેલા એક ચેલેન્જ પ્રક્રિયા થકી 100 સ્માર્ટ સિટીમાંથી 15 સ્માર્ટ સિટી પ્રોજેકટસને ફંડ આપવાના પ્રોગ્રામના મુખ્ય ઘટક એવા City Investment to Innovate, Integrate and Sustain (CITIIS) ચેલેન્જ યોજના હેઠળ પ્રોજેકટ સીલેકટ થયો છે. CITIIS ચેલેન્જ યોજના હેઠળ સીલેકટ થયેલા સ્માર્ટ સિટી SPVઓને ત્રણ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિષ્ણાંતો ધ્વારા મેન્ટરશિપના રૂપમાં તકનીકી સહાય અને ફંડના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પ્રવાસીઓની બસની બ્રેક થઈ ફેઈલ, ડ્રાઈવરે કર્યું એવું કામ કે લોકો જોતા રહી ગયા

પ્રોજેક્ટનો હેતુંઃ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ડૉ.હેડગેવાર બ્રીજથી ગાંધીકુટીર બ્રીજ અને અલથાણ–બમરોલી બ્રીજ થઈને ભીમરાડ–બમરોલી બ્રીજ સુધીનાં ભાગમાં કાંકરા ખાડીને લાગુ સાઉથ–વેસ્ટ (અઠવા) ઝોન અને સાઉથ (ઉધના) ઝોન તરફે આવેલ આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં વાઈલ્ડ વેલી બાયોડાયવર્સીટી પાર્ક ડેવલપ કરવાનો છે. આ ઉપરાંત, આ પ્રોજેકટ થકી ખાડીની આજુબાજુની ખરાબાની જમીનને જાહેર જગ્યા તરીકે વિકસિત કરીને લોકો માટે સુલભ બનાવવાનો ઉદ્દેશ છે.

આ મુદ્દાઓ પણ ધ્યાને લેવાશેઃ આ સિવાય લોકલ વૃક્ષો/છોડ જે નામશેષ થતાં જાય છે તેમની જાળવણી અને સંખ્યામાં વધારો કરવો. શહેરી વિસ્તારનાં ગ્રીન કવરમાં એકંદરે વધારો કરવો. લોકલ વૃક્ષો અને છોડનાં વાવેતરથી હવાની ગુણવત્તામાં સુધારો કરવો. જાહેર સ્થળો અને મનોરંજનની જગ્યાઓ વધારવી. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે કુદરતી નિવાસસ્થાન બનાવવા. બાળકો માટે રમતના ક્ષેત્રો અને વરિષ્ઠ નાગરિકો માટે પાર્ક જેવી પરંપરાગત મનોરંજનની જગ્યાઓ પ્રદાન કરવી.

આ પણ વાંચોઃ વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા જોઈને, ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ટકોર કરી કર્યું આ આયોજન

વૃક્ષારોપણ થશેઃ સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓનો વ્યાપક વિકાસ જેમ કે વોકિંગ ટ્રેઈલ્સ, સાયકલિંગ ટ્રેકસ વગેરે. આંતરિક રીતે જોડાયેલા જળસંગ્રહ માટેના તળાવો બનાવીને ભારે વરસાદની અસરમાં ઘટાડો કરવો. સુગંધ પ્રસરાવતી અને દુર્ગંધ શોષી લેતી પ્રજાતિઓના વૃક્ષો અને છોડ વાવીને ખાડીની ગંધ ઘટાડવી. ફાયટોરેમીડેશન ટેકનીકથી જળ પ્રદુષણની માત્રામાં ઘટાડો કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.