- રિંગરોડ વિસ્તારની 549 જેટલી દુકાનો સીલ મારવામાં આવી
- સુરત શહેરમાં કુલ 1,200થી વધુ જેટલા સીલ મારવામાં આવ્યા
- ખોટી બાંહેધરી આપીને દુકાન ચલાવવા માટે પરમિશન આપવામાં આવી હતી
સુરત: શહેરમાં શનિવારે મોડીરાતે ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્પ્લેક્સ, ઓફિસ, દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ અને ટેકસટાઇલ માર્કેટમાં અમુક માર્કેટોને ફાયર સેફટીના અપૂરતા સાધન હોવાના કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપ્યા છતાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધનો ન વસાવતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ફાયર NOC વગરની સુરતમાં કોવિડની કોઇ હોસ્પિટલ નથી
સુરતના અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુમાં દુકાનો સીલ
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં શહેર ફાયર વિભાગ દ્વારા કોમ્પલેક્ષ, દુકાનો અને ઓફિસ સીલ મારવામાં આવી હતી. તેમાં શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ન્યુ આદર્શ માર્કેટ, વેસુ વિસ્તારમાં આવેલી ફેનિક્સ ટાવર અને રિંગરોડ ખાતે આવેલા વર્લ્ડ ટ્રેડ હાઉસ, જાપાન માર્કેટમાં 549 જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં આવેલા ગીરીરાજ ખોડીયાર શોરૂમ, રાંદેર વિસ્તારમાં આવેલી એક્સીડેન્સી હોટલને પણ સીલ મારવામાં આવી હતી. સુરતના અલગ-અલગ ફાયર સ્ટેશનો દ્વારા કુલ 500થી પણ વધારે દુકાનો ઓફિસને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે માર્કેટના વેપારીઓ દ્વારા પોતાના માર્કેટમાં ફાયર સેફ્ટીના પૂરતા પ્રમાણમાં સાધનો ન હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં ફાયર વિભાગ દ્વારા 32 હોસ્પિટલો સીલ કરવામાં આવી
ફાયર વિભાગ ઓફિસર નિલેશ.વી.ઉપાધ્યાય જણાવી સ્થિતી
શહેર ફાયર વિભાગના ઓફિસર જેમણે સીલ મારવાની કરવાની કામગીરી હાથમાં લીધી છે તેવા નિલેશ.વી.ઉપાધ્યાયે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર સુરત શહેરમાં કુલ 1,200થી વધુ જેટલા સીલ મારવામાં આવ્યા અને જ્યાં પણ જે પણ રેસ્ટોરન્ટ, હોટલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, ટેક્સ્ટાઇલ માર્કેટોમાં ગુરુવારે સુરત ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન જે તે સ્થળે ફાયર સેફટીની અપૂરતી સુવિધા હોવાને કારણે અને વારંવાર નોટિસ આપવા છતાં આ લોકો દ્વારા ફાયર NOC અને ફાયર સેફ્ટીના સાધનો વસાવતા અને ખોટી બાંહેધરી આપીને દુકાન ચલાવવા માટે પરમિશન આપવામાં આવી હતી. પરંતુ ત્યાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો જોવામાં આવતા તે દુકાનોને સીલ કરવામાં આવ્યા છે. હવે જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં સાધનો ન વસાવે ત્યાં સુધી આ દુકાનોને સીલ ખોલવામાં આવશે નહીં.