- સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના આગ લાગી
- દુકાનદારે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો
- આગ કયા કારણે લાગી તે અકબંધ
સુરત: શહેરના રઘુકુળ માર્કેટની એક દુકાનમાં ગુરુવારે મોડી સાંજે આગ લાગી હતી. આ આગમાં દુકાન મૂકેલી સાળીઓ, ફર્નિચર અને દુકાનમાં મૂકેલાં ખાલી ખોખા બળીને ખાખ થઇ ગયા હતા. સાથે બાજુની દુકાન પણ આગના ઝપેટમાં આવી ગઇ હતી. દુકાનદારે તાત્કાલિક ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આગ કાબૂમાં ન આવતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.
વધુ વાંચો : મુંબઈની ડામર ફેક્ટરીમાં લાગી આગ, 80 દુકાનો બળીને રાખ
ફાયર વિભાગની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી વેપારીને મોટા પાયે નુકસાન થયું છે છતાં સદ્દનસીબે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. જો કે આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઇ માહિતી મળી શકી નથી.
વધુ વાંચો : રાજકોટ મહાનગરપાલિકાના મેયર જાહેર થતા ઉજવણી સમયે લાગી આગ