સુરત: સુરતના નાના વરાછા વિસ્તાર પાસે આવેલ હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં આગ લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાજતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત (A woman died on spot) થયું હતું. ચાર ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
ત્રણ લોકો ગંભીર રીતે દાજ્યા
રાજધાની નામની ખાનગી લકઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી. બસ નંબર- GJ04-AT 9963માં અચાનક એસીમાં બ્લાસ્ટ તથા બસમાં આગ લાગી (Fire in a private bus in Surat) હતી. અચાનક આગ લગતા બસમાં કેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ બસમાં અન્ય પાંચ જણા આગની ઝપેટમાં આવી ગયા હતા.
એક દંપતી ગંભીર રીતે દાઝી જતાં મહિલાનું મોત
બસમાં બે દંપતીઓ પણ હતા. તેમાં એક દંપતી ગંભીર રીતે દાઝી જતાં મહિલાનું મોત થયું હતું. મહિલના પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પતિએ જીવ બચાવવા બસમાંથી કૂદકો મારી પોતાની પત્નીને બચાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની પત્ની બસમાં ફસાઈ જતા ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અચાનક મારી સામે ખાનગી બસમાં આગ લાગી
ફાયર વિભાગને (Fire Department) જાણ કરનાર સંજયભાઈએ જણાવ્યું કે, હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક મારી સામે ખાનગી બસમાં આગ લાગી હતી.એટલે તરત મેં ફાયર વિભાગમાં ફોન કરી માહતી આપતાં તરત 5 થી 7 મિનિટમાં ફાયર વિભાગની 4 ગાડીઓ પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગમાં કાબુ મેળવ્યો હતો.
એક મહિલાનું ઘટના સ્થળે જ મોત
બસમાં મહિલા સહિત ચાર લોકોને ફાયર વિભાગ (Fire Department) દ્વારા જ રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વરાછા પોલીસ દ્વારા FSLના નમુનાઓ લેવામાં આવી રહ્યા છે.
આગની ઘટનાને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો
સુરત શહેરના નાના વરાછા વિસ્તાર પાસે આવેલ હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં આગ લાગતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને લોકોને વેરવિખેર કર્યા હતા.
શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી આગ
આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોય એમ અનુમાન છે. વરાછા પોલીસે ગુન્હો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
સુરતમાં આગ દુર્ઘટનાનો સિલસિલો યથાવત : ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં લાગી આગ