ETV Bharat / city

અને આ રીતે રાજેન્દ્રભાઈને દિકરાના વિયોગે બનાવ્યા 3000 બાળકોના પાલક પિતા - Fathers Day news

આજે વર્લ્ડ ફાધર્સ ડે છે, આજે અમે એક આવા પિતા વિશે વાત કરવા (Fathers day 2022) જઈ રહ્યા છે, જેમને પોતાના સગા નાના પુત્રને નાની ઉંમરે ગુમાવ્યા બાદ પરિવાર અને સમાજ માટે કંઇક કરવાની અંતઃસ્ફુરણાન કારણે વિદ્યાદાન, અન્નદાન અને વસ્ત્રદાનના સિધ્ધાંતને અનુસરતા આજે 3000 આદિવાસી બાળકોના પાલક પિતા (father of 3000 tribal children) બન્યા છે.

પોતાના દિકરાને ગુમાવ્યો પણ બન્યા 3000 આદિવાસી બાળકોના પાલક પિતા

author img

By

Published : Jun 19, 2022, 7:44 AM IST

સુરત: પિતા પરિવારનો એ આધાર સ્તંભ હોય છે, જે પોતાના સુખનો ભોગ આપીને બાળકો (Fathers day 2022) અને પરિવારના સુખની કાળજી લે છે, તેઓ પિતા તરીકેની તેમની ફરજ ક્યારેય ચુકતા નથી. ત્યારે આજે આપણે એક એવા પિતાની વાત કરવા જઈ રહ્યા (father of 3000 tribal children) છે, જેમણે 12 વર્ષની ઉંમરે પોતાના વહાલસોયા દીકરાને ગુમાવ્યા હતો, ત્યારબાદ પોતાના કાર્યથી નાસીપાસ થવાને બદલે તેમણે જરૂરિયાતમંદ બાળકોના પાલક પિતા બનવાનું સુકાન સાંભળ્યું છે.

આ પણ વાંચો: અગ્નિપથ આંદોલનને વચ્ચે રક્ષા મંત્રાલયની જાહેરાત, નોકરીઓમાં મળશે અનામત

આદિવાસી બાળકોના બન્યા પિતા: રાજેન્દ્ર જરીવાલા જેમની (father of tribal children In Surat) ઉંમર 62 વર્ષ છે તેમને ડાંગના શબરીધામની તળેટીમાં વસેલા 6 ગામોના અનેક આદિવાસી બાળકોને પોતાના સંતાન માન્યા છે અને તેમને મદદ કરી રહ્યા છે. તેઓ વર્ષ 2012 થી એક ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, જેના થકી તેઓ 3000 જેટલા આદિવાસી બાળકોની પોતાના પુત્રની જેમ જ સાર સંભાળ લઈ રહ્યા છે. ભણીગણીને તેમને પગભર કરવા માટે તેઓ અને તેમની ટીમ કોઈ કચાસ રાખી રહ્યા નથી. તેમણે ધોરણ-12 પછી પૈસાને કારણે ભણી ન શક્યા હોય તેવા વિધાર્થીઓને પણ સહાય કરીને સુરત કે આહવાની કોલેજમાં એડમિશન અપાવ્યું છે. તેઓ પોતે અથવા દાનવીરોની મદદથી વિધાર્થીઓને ભણાવી રહ્યા છે.

દીકરાનું મૃત્યુ 1999માં થયું હતું: આ અંગે રાજેન્દ્ર જરીવાલાએ જણાવ્યું હતું કે, મારા દીકરાનું મૃત્યુ 1999માં થયું હતું અને અમે વર્ષ 2002માં મારા દીકરાના જન્મ દિવસે યુનિફોર્મ અને સ્કૂલબેગનું દાન કર્યું હતું. અમે આવું નાનું મોટું દાન મોખમાળ જઈને કરતા હતા. જો કે વર્ષ 2012માં હાર્દિકનો ફ્રેન્ડ મળ્યો જે સી.એ. બની ગયો હતો અને બસ એ દિવસથી અમને ફાઉન્ડેશન શરૂ કરવાનો (idea of starting a foundation) વિચાર આવ્યો હતો. અમે યુનિફોર્મ, નોટબુક, પુસ્તક ,રંગ, સ્ટેશનરી, સ્કુલ બેગ,બુટ ચપ્પલ, સ્વેટર, ધાબળાથી માંડી જીવનજરૂરિયાતની દરેક ચીજવસ્તુઓ આ બાળકોને નિ:શુલ્ક આપી રહ્યા છે. એટલું જ નહીં તેમના રેગ્યુલર મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવે છે અને પોષણ મળી રહે તે માટે દૂધ બિસ્કીટ પણ ફરજિયાત આપવામાં આવે છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : આજના દિવસે માતૃ વંદના કેટલી ફળદાયી?

આ સેવા કાર્ય એક ટીમ વર્ક છે: તેમણે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે કામ અને ખર્ચ વધતો રહે છે. જોકે કોઈને કોઈ રીતે મદદ મળી રહે છે. હું એકલા હાથે આ સેવા નથી કરી રહ્યો. મારા પરિવારના સભ્યો, મિત્રો, સગાસંબંધી અને સ્થાનિક લોકોનો અમને સહયોગ છે. મોખમાળમાં રહેતા અહમદભાઈ, રાજુભાઈ તેમજ જીજ્ઞેશ-ભુવનેશ્વરી બાગુલ કે જે ભાઈ બહેન છે તેમનો પણ ખૂબ સહયોગ છે.

અનેક વિદ્યાર્થીઓ એન્જીનીયર થયા: મોખમાળના તેજસ્વી વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થઈને સુરત અને આહવાની કોલેજમાં અભ્યાસ કરવા જાય અને ફી ના પૈસા ન હોય ત્યારે રાજેન્દ્રભાઈ પોતે અથવા દાનવીરને કહીને તેમની ફી પણ ભરે છે. આ રીતે ભણીને અનેક વિદ્યાર્થીઓએ એન્જીનીયર પણ બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.