સુરત ડાયમંડ સિટી હંમેશો (Diamond City Surat) પોતાની ચમકના કારણે ચર્ચામાં રહેશે. ત્યારે આ વખતે ડાયમંડ સિટીના સૌથી ધનાઢ્ય ગણેશજીને (Expensive Ganesha Idol) આ વર્ષે ઉજવણીના 50 વર્ષ પૂર્ણ થઈ (golden jubilee at Ganeshotsav) રહ્યા છે. આયોજકોએ ગણેશોત્સવ માટે 8,750 ચોરસ ફૂટનો વિશિષ્ટ પંડાલ તૈયાર કર્યો છે, જેમાં 108 ચાંદીની ગણેશજીની ર્તિઓ ઉંમેરીને ઉત્સવમાં વધુ ચમક આપવામાં આવી છે. સાથે જ ગણેશજી પાસે 25 કિલો ચાંદીના આભૂષણો છે, જેમાં એક લાખ તો માત્ર અમેરિકન ડાયમંડ જ (Ganesh Festival 2022) છે.
6 લાખ ભક્તો આવશે દર્શનાર્થે દાળિયા શેરી શ્રીસાર્વજનિક ગણેશ ઉત્સવ 25 કિલો ચાંદી (Ganesh Festival 2022) અને સોનાના ઢોળવાળા હીરાના ઘરેણાં પહેરેલી ગણેશજીની મૂર્તિ માટે (Expensive Ganesha Idol) જાણિતી છે. દાલિયા શેરી, પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ મહિધરપુરાની મધ્યમાં આવેલી છે. અહીં હીરા કેન્દ્રને અનુરૂપ તહેવારનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે પંડાલમાં 5 લાખ ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે આ વખતે 6 લાખથી વધુ ભક્તો આવે તેવી અપેક્ષા છે.
કડક સુરક્ષા અહીં કુલ 200 સ્વયંસેવકો પંડાલની સુરક્ષા અને સરળ કામગીરીનું સંચાલન કરશે. આમાંથી 100 સ્વયંસેવકો તો 24 કલાક હાજર રહેશે. તો ઝવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાતી (Expensive Ganesha Idol) નથી. કારણ કે, મોટા ભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવી છે, પરંતુ ઝવેરાત અને કિંમતી વસ્તુઓની કિંમત લાખોમાં છે.
આ પણ વાંચો ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન
પંડાલ CCTVથી સજ્જ મંડળના આયોજક ગૌરવ જરીવાલાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ (Ganesh Festival 2022) મહિધરપુરા દાળિયા શેરી મંડળના 50 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે ગોલ્ડન જ્યૂબિલી (golden jubilee at Ganeshotsav) વર્ષ નિમિત્તે આ વર્ષે CCTVથી સજ્જ 350 x 25ના ખૂબ જ ભવ્ય મંડપમાં શ્રી ગણેશજીનું સ્થાપન થાય છે. શ્રી ગણેશજીની પ્રતિમાને અંદાજિત 25 કિલો ચાંદી અને સોનાથી મઢેલા 1 લાખ અમેરિકન-ઓસ્ટ્રેલિયન ડાયમંડના (Diamond City Surat) દાગીનાથી શણગાર કરવામાં (ganesh idol decoration) આવ્યા છે. આમાં મુગટ, બાજુબંધ, હાથ તથા પગમાં કવર તેમ જ કેડે કંદોરો અને નવલખા હારથી શણગાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ભગવાન ગણેશને પીરસવામાં આવતા આ પાંચ પ્રકારના ભોગ છે લોકપ્રિય
7 કિલો ચાંદીના મૂષકરાજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્ય આકર્ષણરૂપે ચાલુ વર્ષે આખા મહોલ્લામાં શ્રીગણેશજીની 108 પ્રતિમા સાથે 108 શ્રીગણેશજીની ચાંદીની પ્રતિમાનું પણ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મૂષકરાજ પણ વિશેષ આકર્ષણ (ganesh idol decoration) છે અને સાથોસાથ આ વર્ષે "અથર્વશીર્ષ" મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં 10,000 લાડુનો ઓમ થશે, જે યજ્ઞ સતત સાત દિવસ ચાલશે.