- VNSGU દ્વારા B.C.A Semester- 1 અને 3ની પરીક્ષાઓ (Exam)ની તારીખમાં ફેરફાર કરાયો
- સેનેટ સભ્યો અને કુલપતિના અધ્યક્ષતામાં તારીખો લંબાવાઇ
- B.C.A Semester 3ની પરીક્ષા 6 દિવસ સુધી લંબાવવામા આવી
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે શનિવારે કાઉન્સિલની બેઠકમાં B.C.A Semester-1 અને 3ની પરીક્ષાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. B.C.A Semester1 અને 3ની જે પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. તેને હવે વિદ્યાર્થીઓના હિત માટે તેઓને પરીક્ષાઓની તૈયારી કરવા માટે વધુ સમય આપવામાં આવશે. સેનેટ સભ્યો અને કુલપતિના અધ્યક્ષતામાં B.C.A Semester-1 અને 3ની તારીખો લંબાવામા આવી છે.
![વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:29:58:1625378398_gj-sur-exam-vnsgu-gj10058_04072021085603_0407f_1625369163_598.jpg)
B.C.A Semester 3ની પરીક્ષા 6 દિવસ સુધી લંબાવવામા આવી
B.C.A Semester-1ની પરીક્ષા તો જે તારીખની હતી. તેની આગળની તારીખ ઉપર કરવામાં આવી છે અને B.C.A Semester 3ની પરીક્ષા 6 દિવસ સુધી લંબાવવામા આવી છે. તથા સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યપ્રધાનના રૂપમાં આજે લેશે શપથ, બની જશે રાજ્યના સૌથી યુવા મુખ્યપ્રધાન
B.C.A Semester-3ની પરીક્ષાઓ 7 જુલાઈના બદલે 13 જુલાઈએ લેવાશે
B.C.A Semester 1ની પરીક્ષાઓ 7 જુલાઈના બદલે 8 જુલાઈએ લેવામાં આવશે. તેનો સમય ગાળો સવારે 10 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. તથા B.C.A Semester-3ની પરીક્ષાઓ 7 જુલાઈના બદલે 13 જુલાઈએ લેવામાં આવશે. તેનો સમય ગાળો બપોરે 2 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જે સમય આપવામાં આવ્યો છે, તે સમય ઉપર વિદ્યાર્થીઓએ પોતાના લોગીન ID ઓપન કરી શકશે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજોમાં લાગુ થશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે કાઉન્સિલની બેઠકમાં B.C.A Semester 1 અને 3ની પરીક્ષાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી કે, B.C.A Semester 1 અને 3ની જે પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. તેને હવે વિદ્યાર્થીઓના હિત માટે તેઓને પરીક્ષાઓની તૈયારી કરવા માટે વધુ સમય આપવામાં આવશે. તો સેનેટ સભ્યો અને કુલપતિના અધ્યક્ષતામાં આ નિણય લેવામાં આવ્યો હતો. તે આ પરિપત્ર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજોમાં લાગુ થશે.
આ પણ વાંચો : Bihar: કેવી રીતે થોડીવારમાં ઘર સિકરહના નદીમાં સમાઈ ગયું, જુઓ
B.C.A Semester 1 અને 3નો અભ્યાસક્રમ પૂર્ણ થઇ ગયો
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ એ.વી.ધંધૂક દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, B.C.A Semester 1 અને 3ની પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યો કે, હાલ જે વિદ્યાર્થીઓ છે. તેઓનો અભ્યાસક્રમ પૂર્ણ તો થઇ ગયો છે. પરંતુ તેઓને રિવિઝનનો સમય આપવામાં આવ્યો છે. જેથી વધારે મેહનત કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી શકે.