સુરત: લીંબાયત વિસ્તારમાં નરાધમ યુવકે (Act of evil) 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. નરાધમ યુવક બાળકને હાથ પકડીને રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં ધાકધમકીઓ આપી કૃત્ય (An act against creation)કર્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીએ સૃષ્ટી વિરુદ્ધનું કુકર્મ કર્યું
શહેરના લીંબાયત સ્થિત SMC આવાસમાં રહેતો નીલેશ અરુણ ચૌહાણ પોતાના ઘર પાસે રહેતા એક 8 વર્ષીય બાળકને જબરદસ્તી હાથ પકડી તેને રૂમમાં લઇ ગયો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. બાળકને (8 year old child molested) આરોપી રૂમમાં લઇ ગયો હોવાની જાણ બાળકની માતાને થતા તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો છતા નરાધમે દરવાજો ખોલ્યો ન હતો. બીજી તરફ પડોશીઓ પણ એકઠા થઇ અને આ બનાવ અંગે પોલીસને (A guy acted against creation) જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આવતા જ આરોપીએ દરવાજો (Limbayat SMC colony) ખોલ્યો હતો. જો કે નરાધમે કરેલા કુકર્મ વિશે બાળકે પોલીસને આપવીતી જણાવી અને પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી.
આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની
ઉલ્લેખનીય છે કે બાળકની માતાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો (An act against creation )હતો પરંતુ આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો. પાડોશીઓએ નરાધમ (Maharashtra suspect) યુવકની આ કરતુતને કારણે તેની સામે ફિટકાર વરસાવી હતી. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને સુરતમાં તે મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: 6 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર નરાધમ ઝડપાયો