- 28 લાખના હીરાની થઇ હતી ચોરી
- CCTVમાં કેદ થઇ હતી ઘટના
- ગણતરીના ક્લાકોમાં ઝડપાયો આરોપી
સુરત: વરાછા પોલીસ સ્ટેશન નજીક કોહિનૂર રોડ આવેલી ડાયમંડ કંપનીમાંથી બપોરે બધી ચાર વાગ્યાના સમયે 28 લાખના હીરાની ચોરી થતાં પોલીસ દોડતી થઇ હતી. વૃંદાવન એસ્ટેટમાં આવેલી જાણીતી કંપની ભીંઢરાડીયા બ્રધર્સ કેટલીમાં કારખાનામાં હીરાનો સ્ટોક ગયો ત્યારે ઘટ જોવા મળી હતી. આથી હીરાના કારખાનાના માલિક કિશોર રામજીએ વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો: હીરાના કારખાનામાં 7 લાખના હીરા અને 21 હજાર રૂપિયાની ચોરી
ગણતરીના ક્લાકોમાં ચોરની ધરપકડ
કારખાનામાં લાગેલા CCTVમાં ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે કારખાનામાં કામ કરનાર રત્નકલાકાર ચોર નીકળ્યો હતો. ગણતરીના કલાકોમાં આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે અને આરોપીએ ચોરી કરેલા તમામ હીરા પણ જપ્ત કરી લીધા છે. આ ચોરે ચોરી શા માટે કરી હતી તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે.