સુરત : સુરતમાં ડાઇંગ મિલમાં આગનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ડાઇંગ મિલના (Dyeing Boiler Mill Fire) બોઈલરમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની (Surat Fire Department) ચાર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ (Mill Fire in Surat) થઈ નહોતી. આગ લાગવાનું કારણ પણ હજી સુધી બહાર નથી આવ્યું.
આ પણ વાંચો : સુરત: પાંડેસરા GIDCમાં કાપડની મિલમાં આગ, 14 ફાયર ફાઈટર્સે કર્યું પાણીનું ફાયરિંગ
આગમાં લાખોનો માલ ખાખ - આ બાબતે ફાયર કંટ્રોલરૂમ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, વહેલી સવારે ઉધના વિસ્તારમાં આવેલો નંબર આઠ ઉપર પ્લોટ નંબર 246 માં આવેલા શંકર ઝીલ ઓલિયા ડાઇંગ મિલના બોઇલરમાં ઓઇલ હિટ થવાને કારણે અચાનક આગ લાગી હતી. શહેરની ચારથી પાંચ સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઇ ગયોના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો : Fire in Company Vadodara : કંપનીમાં બ્લાસ્ટ થતાં આટલા લોકોને કરાયા હોસ્પિટલમાં ભરતી
છેલ્લા બે દિવસમાં બે વાર આગ - સુરત શહેરમાં આજે વહેલી સવારે ડાઇંગ મિલમાં આગ તો લાગી હતી. પરંતુ, એક દિવસ પહેલા જ પાંડેસરા GIDC (Fire in Surat GIDC) વિસ્તારમાં આવેલા અમીન સિલ્કમીલમાં આગ લાગી હતી. ત્યારે પણ ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.