- સુરતમાં દિવસભર કાળાડિબાંગ વાદળો વચ્ચે સરેરાશ 1 ઈંચ વરસાદ વરસ્યો
- 2 દિવસ ઉકાઈ ડેમના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદની શક્યતા
- ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાકરાપાર ડેમ છલકાયો
સુરત : ઉકાઈ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી છે. ભયજનક સપાટીથી ઉકાઈ ડેમ માત્ર ચાર ફૂટ દૂર છે. બીજી બાજુ મંગળવારે સવારે કોઝવે ની સપાટી આઠ મીટર નોંધાઇ છે. કોઝવેના અકાશીય આહલાદક દ્રશ્ય જોવા મળ્યા છે કોઝવે ઓવરફ્લો થતા તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.. મંગળવારે સુરતમાં દિવસભર કાળાડિબાંગ વાદળો વચ્ચે સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો છે.
વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવી શકે
કાકરાપાર ડેમ ઓવરફલો થતા સુરત શહેરમાં કોઝવે પણ 8 મીટરની સપાટીએ પહોંચ્યું છે. બપોરે 2 વાગ્યા સુધી કોઝવેની સપાટી 8.13 મીટર નોંધાઈ હતી. ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ છે. વધુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાં સક્રિય થઇ રહ્યું છે જેથી આગામી 17 થી 19 સેપ્ટમ્બરના રોજ વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ધરતીપુત્રોમાં ભારે ચિંતાનું મોજું જોવા મળ્યું હતું
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ચોમાસામાં પહેલીવાર છલકાતા જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા ચોમાસાની સીઝન પૂર્ણ થવાને આરે હોય ત્યારે ધરતીપુત્રોમાં ભારે ચિંતાનું મોજું જોવા મળ્યું હતું છેલ્લા ત્રણ મહિનાથી નહીવત વરસાદને કારને ખેડૂતો નિરાશામાં જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરત જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાકરાપાર ડેમ છલકાયો છે.