સુરત ધરમપુરમાં ઘર નં. 1587, નંદનવન પાર્કની સામે, નાનકવાડા, હાલર રોડ, વલસાડ મુકામે રહેતી અને ધરમપુરમાં આવેલ મોર્ડન સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પલકને તા. 11 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11.30 કલાકે માથામાં દુઃખાવો અને ઉલ્ટીઓ થઇ હતી .પલકને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં(Kasturba Hospital Dharampur ) દાખલ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ ( Dharampur teacher organ donation) હોવાનું નિદાન થયું હતું.
પલકના બ્રેઇનડેડને લઇ પરિવારને સમજાવાયો કિરણ હોસ્પિટલના (Surat Kiran Hospital ) મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફ ( Donate Life) ના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પલકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પલકના પતિ તેજસ અને માતા પન્નાબેન રાજેન્દ્રભાઈ રાઠોડ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાન ( Organ Donation) ની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું.
પતિ ફાર્માસ્યુટિકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવે છે પલકના પતિ તેજસે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન ( Organ Donation) ના સમાચારો વાંચતા હતાં. ત્યારે મારી પત્ની પલક પણ કહેતી હતી કે આ એક ઈશ્વરીય કાર્ય છે. દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ. જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળી શકે. મારી પત્ની પલક બ્રેઈનડેડ Dharampur teacher organ donation છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેના અંગોનું દાન Dharampur teacher organ donation in Surat Kiran Hospital કરાવીને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. પલકના મમ્મી પન્નાબેન BAPS સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓએ પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. અંગદાન જીવનદાન છે. પલકનો પતિ તેજસ સેલવાસમાં આવેલ ઇપ્કા લેબોરેટરીમા ફાર્માસ્યુટિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.