સુરત: શહેરમાં ગત રવિવારે કુલ પાંચ જગ્યાઓ ઉપર મોકડ્રિલ (Surat fire mock drill)કરવામાં આવ્યું હતું, એમાં અન્ય ત્રણ હોસ્પિટલોમાં ગતરોજ મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. જેમાં નવી સિવિલની કોવિડ હોસ્પિટલ (Surat civil covid hospital)માં મોકડ્રિલ બાદ હોસ્પિટલના ફાયરના સાધનોમાં ઘણી ખામીઓ બહાર આવતા કોવિડ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે.
ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી
સુરત શહેરમાં ગત રવિવારે કુલ 5 જગ્યાઓ ઉપર મોકડ્રિલ કરવામાં આવ્યું હતું, જેમાં નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં મોકડ્રિલ બાદ હોસ્પિટલના સાધનો ચેક કરવામાં આવ્યા હતા. એમાં ફાયર વિભાગ (Surat fire department)ને ફાયરના સાધનોમાં ઘણી ખામીઓ બહાર આવી હતી, તે ઉપરાંત નવી સિવિલની કિડની બિલ્ડીંગમાં પણ ઘણી ખામીઓ બહાર આવતા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો
2થી 3 વખત નોટિસ આપવામાં આવી
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ (Surat civil hospital)માં ગઈકાલે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ કરવામાં આવ્યું છે. તેમાં મોકડ્રિલ દરમિયાન ફાયરના સાધનોમાં ઘણી ખામીઓ બહાર આવી હતી. ફાયરના કેટલાક સાધનોમાં ઓટો સિસ્ટમ કરવામાં આવ્યું ન હતું. તેમાં 7થી 8 માળની બિલ્ડીંગના બધા જ માળે આ ખામીઓ બહાર આવી હતી. એમાં સ્પોકને લગતા સાધનોની પણ ખામીઓ બહાર આવી હતી. આ માટે આ પેહલા પણ 2થી 3 વખત નોટિસ આપવામાં આવી હતી. સાથે જ આ બાબતે હોસ્પિટલના ડીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે, આમાં અમારું ટેન્ડર પ્રોસેસિંગ પૂરું થઇ ગયું છે. આમાં પ્રાઈઝ વગેરે લેવાની તૈયારી છે. ટૂંક સમયમાં અમે આમાં ઓડૅર આપી દઈશું.
આ પણ વાંચો: Copper Bell Art work of Kutch : પીએમ મોદીએ રોકડેથી ખરીદી લીધી હતી કોપર બેલ, જાણો 300 વર્ષ જૂની કારીગરી વિશે