- સુરતમાં વધી રહ્યા છે જાહેરનામા ભંગના બનાવ
- બુટલેગર રાતના 2 વાગે જન્મદિવસ મનાવી રહ્યો છે વિડીયો વાયરલ
- પોલીસે હાથ ધરી કાર્યવાહી
સુરત: શેહેરમાં પોલીસની નાક નીચે હવે બુટલેગરો બેફામ બન્યા છે. પોલિસનો કોઈ જ ખોફ ન હોય તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજીયા ઉડાવી રહ્યા છે. સુરતમાં વધુ એક બુટલેગરના જન્મ દિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરનામાનો ભંગ
રાંદેર વિસ્તારમાં બુટલેગર સઈદ ચીકનાએ રાત્રી કર્ફ્યૂ હોવા છતાં મિત્રો સાથે મધરાત્રે 2 વાગ્યે ગોરાટ રોડ પર પાર્ટી પ્લોટની બાજુમાં જન્મ દિવનસી ઉજવણી કરી કેક કાપી હતી. આ ઉજવણીમાં પોલીસકર્મીના રીક્ષાવાળા પણ સામેલ હોવાની વાત છે. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે વાયરલ થયો છે.
આ પણ વાંચો : સુરતમાં ડ્રેનેજ-નળ જોડાણને ગેરકાયદેસરમાંથી કાયદેસર કરાવવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
પ્રજા પાસે 1000નો દંડ
સુરતના રાંદેરમાં બુટલેગર ચીકનાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ રાંદેર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે.રાત્રિના કર્ફ્યૂ દરમિયાન સામાન્ય લોકોને પકડી પોલીસ 1000 સુધીનો દંડ ઉઘરાવી રહી છે, પણ લિસ્ટેડ બુટલેગરોની જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાઈરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉજવણીમાં પોલીસના રીક્ષા ડ્રાઈવરોને બચાવી લીધાની બૂમો પણ ઊઠી છે.
નામચિન બુટલેગરો
લિસ્ટેડ બુટલેગર સઈદ ઉર્ફે ચીકના અબ્દુલ રઝાક શેખ, સફી, ઈરફાન અને અન્ય અજાણ્ય શખ્સો સામે ગુનો રાંદેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસના PRO પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હાલ વીડિયો અંગે ની તપાસ કરવામાં આવી રહી છે. રાંદેર પોલીસ ઇન્સપેક્ટર પોતે તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : વિસનગરમાં DSPની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ છતાં કોઈ કાર્યવાહી નહીં