સુરતઃ આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે ત્યારે સુરતના કતારગામનું ઐતિહાસિક કંતારેશ્વર મહાદેવ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાની સ્થિતિ બગડી છે હવે રોજના 200 થી વધુ કેસ સામે આવી રહ્યાં છે તો બીજી તરફ લોકો સ્વૈચ્છિક લોક ડાઉન તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે આવતી કાલથી પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે.
સુરતમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે ત્યારે સુરતમાં હાલ કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.આ સંજોગોમાં સુરતના કતારગામમાં આવેલું ઐતિહાસિક કંતારેશ્વર મહાદેવ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 20 તારીખથી અચોક્કસ સમય માટે આ મંદિર બંધ રહેશે. આ મંદિરમાં પૂજાઅર્ચના માત્ર પૂજારીઓ જ કરી શકશે અને ભક્તોને મંદિરમાં પૂજાઅર્ચના કરવા પર હાલ પુરતો પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.