- કોરોના મહામારીમાં 2.85 લાખ PF ક્લેઈમ ક્લિઅર કરાયા
- 846 કરોડ PFના નાણા ચુકવવામાં આવ્યા
- પોસ્ટ દ્વારા રકમ મોકલવામાં આવી
સુરત ( Corona Effect ) : કોરોના કાળ (Corona Pandemic) માં અનેક પરિવારો આર્થિક સંકડામણ શિકાર થયા છે.કોરોનામાં સારવારનો ખર્ચ બાળકોનું ભણતર સહિત અનેક જવાબદારીઓના કારણે લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. આવા લોકોને મદદરૂપ સુરત PF ઓફિસ ( Surat PF Office ) થઈ છે. આવી પરિસ્થિતિમાં જે લોકો સુરત પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) કચેરીમાં નોંધાયા હતા તેમના ક્લેઇમ ત્વરિત નિપટાવી તેમને વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21માં કુલ 2.85 લાખ ક્લેઇમ સામે 846 કરોડ સુરત PF ઓફિસ ( Surat PF Office ) દ્વારા ચૂકવવામાં આવ્યા છે. જેમાંથી 49 હજાર કેસ કોવિડ 19ના હતા જેમાં ક્લેઇમ કરનારા લોકોને 88 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતની 2030 જેટલી કંપનીઓએ યોજનાનો લાભ લીધો
ઘર બેઠા પોસ્ટલ વિભાગ દ્વારા પણ મદદની રકમ મોકલવામાં આવી
સુરતમાં કોરોનાની બીજી લહેરના કારણે છેલ્લા ત્રણ મહિનામાં સુરત PF ઓફિસ ( Surat PF Office ) ખાતે કુલ 85,500 ક્લેઇમ આવ્યા હતા. જેમાં પીએમ કચેરીએ 195 કરોડ ચૂકવ્યા હતા. માર્ચ 2021 થી મેં 2021 સુધી કોવિડ 19ના 11,500 દાવાઓ ક્લિયર કરી 19 કરોડ લોકોને આપવામાં આવ્યા હતા. સુરતના પીએફ કમિશનર જીત કુમારે જણાવ્યું હતું કે આવા સમયે 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનું હોવા છતાં અમે જુદા જુદા ઉદ્યોગો સાથે સંકળાયેલા કામદારોને સમયસર PMGKY અને ABRY યોજના હેઠળ સમયસર તેમના નાણા મળી શકે આ માટે કાર્યરત હતા. 39,000 પેન્શનર્સને ઘર બેઠા પોસ્ટલ વિભાગ દ્વારા પણ મદદની રકમ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં સુરતીલાલાએ 9 કરોડની રકમ PF એકાઉન્ટમાંથી ઉપાડી લીધી