- વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને કોરોના ચેકઅપ
- વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના શિક્ષકોનું પણ કોરોના ચેકઅપ
- સુરતમાં પીપલોદની શારદાયતન સ્કૂલમાં કોરોના ચેકઅપ કરાયું
સુરતઃ શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. કારણકે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વારંવાર એકબીજાથી મળતાં રહે છે. વિદ્યાર્થીઓનું કોરોના ચેકઅપથી શિક્ષકો સુરક્ષિત રહેશે. અને શિક્ષકોના કોરોના ચેકઅપથી વિદ્યાર્થીઓ સલામત રહેશે તેજ સાથે તેઓનું ઘર પણ સલામત રહેશે. આજ વાતને ધ્યાનમાં રાખીને કોવીડ-19 ટીમે સ્કૂલોમાં જઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું કોરોના ચેકઅપ કર્યું.
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિત માટે આ નિર્ણય લીધો
રાજ્ય સરકાર દ્વારા આજથી ગુજરાતના તમામ સ્કૂલો અને ગામડાઓમાં આવેલ સ્કૂલોમાં શિક્ષક તથા વિદ્યાર્થીઓનું કોરોના ચેકઅપ થશે. જેથી વિદ્યાર્થી અને શિક્ષકોના પરિવાર સુરક્ષિત રહે તે માટે ચેકઅપ કરવામાં આવશે. સુરતમાં પણ પીપલોદ વિસ્તારમાં આવેલ શારદાયતન સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું કોરોના ચેકઅપ કરવામાં આવ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કોરોના ચેકઅપ કરાવ્યું. એક પણ કેસ પોઝિટિવ ન આવતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાશકારો અનુભવ્યો હતો. પ્રિન્સિપાલે તેમ જ સંચાલકોનું પણ કોરોના ચેકઅપ કરવામાં આવ્યું હતું. બધાં જ રિપોર્ટ નેગેટિવ આવતાં વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.