- કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
- કોરોનાને કાબૂમાં લેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ નીવડીઃ મોઢવાડિયા
- 80 ટકા દર્દીના મોત ઓક્સિજન, બાઈપેપ અને વેન્ટિલેટર ન મળવાથી થાય છેઃ મોઢવાડિયા
સુરતઃ કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા શહેરની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. આ સાથે જ તેમણે દર્દીઓને અપાતી સારવાર અંગે પણ ચિતાર મેળવ્યો હતો. અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાને કાબૂમાં લેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે.
આ પણ વાંચોઃ સરકાર પાસે કોરોના સામે લડવા રણનીતિ ન હોવાથી દેશમાં લૉકડાઉન લગાવવું જોઈએઃ રાહુલ ગાંધી
માઈક્રો લેવલે કોરોનાનું ટેસ્ટિંગ નથી થતુંઃ અર્જૂન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમે દર્દીઓ સાથે મુલાકાત કરી તેમને આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ સુપરિન્ટન્ડન્ટ સાથે મુલાકાત કરી વ્યવસ્થાનો રિવ્યૂ કર્યો હતો. હાલમાં કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું હોવાથી દર્દીઓની સંખ્યા ઓછી દેખાઈ રહી છે. સ્થાનિક અને માઈક્રો લેવલે કોરોનાનું જે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ થવું જોઈએ તે થતું નથી. એટલે દર્દીઓની સંખ્યા ઓછી દેખાઈ રહી છે. આ ઉપરાંત જે ગંભીર દર્દીઓ છે કે જેમને વેન્ટિલેટર, ઓક્સિજન, ઈન્જેક્શનની દવા જેવી જરૂરિયાત છે. તે આજે પણ સરકાર પૂરી પાડી શકતી નથી. એક તરફ સુરતમાં ઓક્સિજનની અછત હતી અને 60 ટનની જરૂરિયાત હતી. તેની સામે માત્ર 45 ટન ઓક્સિજન આપવામાં આવતો હતો અને તેમાંથી પણ મધ્યપ્રદેશને ઓક્સિજન આપી દેવામાં આવ્યો હોવાથી અહીં ઓક્સિજનની અછત સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ
દર્દીઓને લાઈફ સેવિંગ દવા સમયસર મળતી નથીઃ મોઢવાડિયા
અર્જુન મોઢવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકોના મૃત્યુ થાય છે. તેમાંથી 80 ટકા લોકોના મોત ઓક્સિજન, બાઈપેપ અને વેન્ટિલેટર ન મળવાથી થાય છે અને જે લાઈફ સેવિંગ દવાઓ છે. તે સમયસર મળતી નથી તેના કારણે થાય છે.