સુરત: શહેરમાં નવેમ્બર માસથી લઈને અત્યાર સુધીમાં 38 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે અને હાલ સુરત શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. માત્ર સુરત જ નહીં ગુજરાતમાં પણ કોરોના સંક્રમણમાં લોકો સપડાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની વય જૂથ ધરાવતા કિશોરોને વેક્સિન આપવા માટે જાહેરાત કરતાં હવે સુરત મહાનગરપાલિકા એઈજ ગૃપ ધરાવતા કિશોરોનો સર્વે ( Adolescents Survey Surat) શરૂ કર્યો છે. એક અંદાજ મુજબ સુરત શહેરમાં ધોરણ 10, 11 અને 12માં કુલ 1.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓનું એઇજ ગૃપ 15થી 18 વર્ષ વચ્ચેનું છે. આ ઉપરાંત સુરત શહેરમાં 30 હજાર જેટલા કિશોર છે, જેઓ 15થી 18 વર્ષની (15 -18 Years Age Vaccination) વચ્ચેના છે સ્કૂલમાં અભ્યાસ નહીં કરતા અંદાજે 30 હજાર જેટલા વિદ્યાર્થીઓની માહિતી મેળવવા સર્વે કરાઈ રહ્યો છે.
સુરક્ષા સમિતિ દરેક શાળાઓમાં બની: ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર ડોક્ટર
આ અંગે સુરતના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર ડોક્ટર આશિષ નાયકએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ડીટેલ ગાઇડલાઇન મોકલવામાં આવી છે. શાળા સંચાલકો સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓને આ કામગીરી આવનાર દિવસોમાં આગળ વધારવામાં આવશે. આ વચ્ચે સુરક્ષા સમિતિ દરેક શાળાઓમાં બની છે. સપ્તાહ પહેલા અધિકારીઓએ શાળા સંચાલકો સાથે મીટીંગ પણ કરી હતી અગાઉ અમે વેક્સિન અંગે માહિતગાર કરી ચૂક્યા છે. સંકલનની કામગીરી પૂર્ણ કર્યાની સાથે સાથે તમામ જાણકારી આપવામાં આવી છે.
આ પણ વાંચો: જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?