ETV Bharat / city

ચેમ્બરની મેનેજીંગ કમિટીની ચૂંટણી: ભાજપના કમળ સમાન ચૂંટણી ચિન્હ પરિવર્તન પેનલને ફાળવતા વિવાદ - Chamber of Commerce News

28 માર્ચના રોજ ચેમ્બર ઓફ કોમર્સની નવી ટર્મ માટે મેનેજીંગ કમિટીની ચૂંટણી યોજાનારી છે. ચૂંટણીના ત્રણ દિવસ પૂર્વે જીલ એક્શન કમિટીએ ચેમ્બરના પરિવર્તન પેનલના ઉમેદવારોને કમળનું ચૂંટણી ચિન્હ ફાળવતા નવો વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય રાજકીય પાર્ટીનું પ્રતિક ફાળવવામાં આવતા નારાજગી વ્યાપી ગઈ છે.

ભાજપના કમળ સમાન ચૂંટણી ચિન્હ પરિવર્તન પેનલને ફાળવતા વિવાદ

author img

By

Published : Mar 26, 2021, 12:44 PM IST

  • 28 માર્ચના રોજ યોજાશે ચૂંટણી
  • પરિવર્તન અને સહકાર પેનલ વચ્ચે જંગ
  • કમળનું ચિન્હ ફાળવતા થયો વિવાદ

સુરત: ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ટર્મ માટે મેનેજીંગ કમિટીની ચૂંટણી આગામી 28 માર્ચે યોજાશે. જેના 3 દિવસ પૂર્વે એક્શન કમિટીએ પરિવર્તન પેનલના ઉમેદવારોને કમળનું ચૂંટણી ચિન્હ ફાળવતા નવો વિવાદ સર્જાયો છે. એક જાણીતી રાષ્ટ્રીય રાજકીય પાર્ટીનું પ્રતિક ફાળવવામાં આવતા અન્ય ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

ભાજપના કમળ સમાન ચૂંટણી ચિન્હ પરિવર્તન પેનલને ફાળવતા વિવાદ

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

3 કેટેગરીમાં સભ્યો માટે યોજાશે ચૂંટણી

વર્ષો સુધી ચેમ્બરની મેનેજીંગ કમિટીની 3 કેટેગરીમાં સભ્યો માટે ઈલેક્શનની જગ્યાએ સિલેક્શન થતું હતું. ગત વર્ષે પ્રથમ વખત મેનેજીંગ કમિટીની ચૂંટણી બાદ આ વર્ષે પણ મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. આ વર્ષની ચૂંટણી માટે ફોર્મ ભરવાથી લઈને તેની મંજૂરી અને ચૂંટણી ચિન્હોની ફાળવણી સુધીના તમામ મુદ્દે વિવાદો થયા છે.

આ પણ વાંચો: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ વચ્ચે MoU

વિવાદની જાણ ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સુધી પહોંચ્યો

4 કેટેગરીમાં યોજાનારી આ ચૂંટણીમાં સહકાર અને પરિવર્તન પેનલના ઉમેદવારો વચ્ચે રવિવારે ચૂંટણી જંગ જામશે. મંગળવાર સુધી ચૂંટણી ચિન્હની ફાળવણીને લઇને વિવાદ ચાલ્યો હતો. પરિવર્તન પેનલને ભાજપના ચૂંટણી ચિન્હ કમળ સમાન ચિન્હ ફાળવી દેતા વિવાદ સર્જાયો છે. જેની સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે. કમળનો ચૂંટણી ચિન્હ તરીકે ફાળવણી કરવાનો વિવાદ સ્થાયી સમિતિના ચેરમેન અને માજી પ્રમુખ પરેશ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગૃહપ્રધાનને પત્ર લખી SIT નીમવા માગણી કરાઈ

કમળનું ચિત્ર ભાજપના ચિન્હ કરતા તદ્દન અલગ

પરિવર્તન પેનલના ઉમેદવાર સંજય ઇઝવાએ જણાવ્યું હતું કે, અમારી પેનલ માટે માંગણી કરેલું કમળનું ચિત્ર ભાજપના ચિન્હના કરતા તદ્દન અલગ છે. તેની પાંખડીઓ પણ વધારે છે. ઈલેક્શન કમિટી દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને અમે પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.