- સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ આપ્યાં રાજીનામાં
- કિરીટ રાણા સહિત 500 કાર્યકરોએ રાજીનામાં આપ્યાં
- વિધિવત રીતે ભાજપમાં જોડાશે
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસમાં ભડાકો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં કોંગ્રેસના 500 કાર્યકરોએ રાજીનામું આપ્યું છે. એક તરફ પાસની નારાજગી અને બીજી બાજુ પોતાના કાર્યકરો દ્વારા એક બાદ એક રાજીનામાં પક્ષને આપતા કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે. ઉમેદવારોના નામોને લઈ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. સુરતના એસટી સેલના પ્રમુખ કિરીટ રાણાએ રાજીનામું આપ્યું છે. કિરીટ રાણા સહિત 500 કાર્યકરોએ રાજીનામું આપ્યું છે. તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
ટિકિટ નહીં મળતા જીગ્નેશ મેવાસાએ રાજીનામું આપ્યું
બીજી બાજુ સુરત શહેર જિલ્લાના કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામુ આપ્યું છે. ટિકિટ નહીં મળતા જીગ્નેશ મેવાસાએ રાજીનામું આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં વર્ગ વિગ્રહ અને પાટીદાર સમાજનું મહત્વ ભૂલી છે. પાટીદાર સમાજે કોંગ્રેસેને દોષિ ગણાવી છે. કોંગ્રેસના નેતા પાછલા બારણે ભાજપ સાથે મળી ગયાનો આરોપ પણ તેઓએ મૂક્યાં છે.ગુજરાત પ્રદેશ મંત્રી, યુથ કૉંગ્રેસના દક્ષા ભુવાએ રાજીનામુ આપ્યું છે, તેઓએ જણાવ્યું હતું કે, સમાજના સમર્થનમાં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પક્ષ રહે કે નહીં રહે સમાજે સાથે રહેવું જરૂરી છે. જેથી તેઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.