- ઓલપાડના ખેડૂતની દીકરી સૌથી નાની વયે બની પાયલોટ
- 19 વર્ષની વયે બની પાયલોટ, અમેરિકામાં લીધું પ્રશિક્ષણ
- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દીકરીને પાઠવ્યા અભિનંદન
સુરત: અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની ખેડૂત દીકરી અને ગુજરાતનું ગૌરવ મૈત્રી પટેલને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ આપી હતી.
ભારતમાં સૌથી નાની ઉંમરની પાયલોટ બની મૈત્રી
ઉલ્લખનીય છે કે મૂળ ઓલપાડના શેરડી ગામના વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રીએ સુરતમાં ધોરણ બારનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કુલ 18 માસની પાયલોટની તાલીમ માત્ર 11 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું 19 વર્ષની વયે લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાયલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી.
આ મુલાકાત પ્રસંગે પાયલોટ મૈત્રી પટેલના માતા-પિતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક કરસનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો: દીકરીના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે શ્રમજીવી પિતાએ 5 દિવસમાં એકત્ર કર્યું 16 લાખથી વધુનું ફંડ