ETV Bharat / city

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ - Ishwar Parmar tested positive for corona

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હાલમાં હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 13, 2021, 1:33 PM IST

  • હળવા લક્ષણો જણાતા કરાવ્યો રેપિડ ટેસ્ટ
  • રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું સામે આવ્યું
  • RT PCR ટેસ્ટનો રિપોર્ટ આવવાનો હજુ બાકી

બારડોલી: બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારને કોરોનાના હળવા લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા થયા કોરોના સંક્રમિત

એક પછી એક પ્રધાનો થઈ રહ્યા છે સંક્રમિત

કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તેની સાથે સાથે રાજ્ય સરકારના એક પછી એક પ્રધાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારના રોજ બારડોલીના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે કોરોનાના હલકા લક્ષણો દેખાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: ખેડામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ કોરોના પોઝિટિવ

સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા કરી અપીલ

રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ RT PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આવવાનું બાકી છે. પ્રધાન દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની કાળજી લેવા તેમજ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. હાલ તેઓ બારડોલીના બાબેન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.