બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે દત્તકૃપા સોસાયટીમાં ટી-શર્ટ અને લોઅર પેન્ટ ઉપર બ્રાન્ડેડ કંપનીઓના લોગો (Branded company logo)લગાવી તેને ઓનલાઈન વેચવાના (Online eCommerce application) નેટવર્કનો સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Surat District Local Crime Branch)પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી બે વ્યક્તિઓની ધરપકડ કરી કુલ 11.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે LCBની ટીમ કડોદરા GIDC પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
મોટો જથ્થો જપ્ત- સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની (Surat District Local Crime Branch) ટીમે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા વરેલી ગામની દત્તકૃપા સોસાયટીમાં છાપો મારવામાં આવ્યો હતો.જ્યાં ટી-શર્ટ અને લોઅર પેન્ટ પર બ્રાન્ડેડ કંપનીના લોગો (Branded company logo)લગાવી તે કંપનીના નામે ઓનલાઈન ઇકોમર્સ એપ્લીકેશનમાં (Online eCommerce application)વેચાણ કરવાના રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે મોટા જથ્થામાં ટીશર્ટ અને લોઅર પેન્ટ તેમજ મશીનરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે માર્યો છાપો - સુરત જિલ્લા LCBની ટીમ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે વરેલી ગામની દત્તકૃપા સોસાયટીમાં આવેલ લક્ષ્મી કોમ્પ્લેક્સના પ્રથમ માળ પર દેવતાપ્રસાદ પાંડે અને મુકેશ નામનો ઈસમ ભેગા મળી પોતાની દુકાનમાં ટીશર્ટ અને લોઅર પેન્ટ બનાવી તેના પર બ્રાન્ડેડ કંપનીના લોગો (Branded company logo)અને માર્કા લગાવી મોટા પ્રમાણમાં દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો છે. તેને મોબાઇલની ઇ કોમર્સ એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન તેમજ છૂટક વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો.
આ પણ વાંચોઃ Cyber Crime Surat: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત નામનું ફેક ફેસબુક પેજ બનાવનાર રત્નકલાકારની ધરપકડ
ઇન્ટરનેશનલ બ્રાન્ડના લોગો લગાવવામાં આવતા હતાં - પોલીસે બાતમી મુજબની દુકાન પર છાપો મારતા ત્યાં દેવતાપ્રસાદ અયોધ્યાપ્રસાદ પાંડે (રહે વરેલી, દત્તકૃપા સોસાયટી, તા. પલસાણા, જી. સુરત, મૂળ રહે મહેશભારી, જી. ગૌંડા, ઉત્તરપ્રદેશ) તથા મુકેશ રાજેન્દ્રપ્રસાદ વર્મા (રહે નુરી મીડયાની પાછળ, કડોદરા, મૂળ રહે નવાદા, બિહાર) હાજર મળી આવ્યા હતાં. પોલીસે દુકાન તથા દુકાનની પાછળના ભાગે બનાવેલા મોટા રૂમમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ કંપનીઓ (Branded company logo)જેવી કે NIKE, adidas, jor-dan, puma ના (Well known clothing companies Logo)લોગો લગાવેલા અલગ અલગ પેટર્ન અને રંગના ટી શર્ટ અને લોઅર પેન્ટ તેમજ મટિરિયલ્સ, કાપડ, મશીનરી, લોગોના સ્ટિકર સહિતની સામગ્રી મળી આવી હતી.
આ પણ વાંચોઃ મિલકત પચાવવા 41 વર્ષ સુધી રચ્યું નાટક, આ રીતે ખુલ્યું નકલી કન્હૈયાનું રહસ્ય
ઓનલાઈન પ્લેટફોર્મ પર ઊંચા ભાવે વેચાણ કરતાં હતાં - પોલીસ પૂછપરછમાં પકડાયેલા બંને ઇસમોએ જણાવ્યું હતું કે, તેઓ પોતે જ કાપડ લાવી કારીગર પાસે ટીશર્ટ, લોઅર પેન્ટ તૈયાર કરાવી તેના પર બ્રાન્ડેડ કંપનીના લોગો (Branded company logo)સ્ટિકર ઇસ્ત્રી વડે પ્રેસ કરી લગાવી જે ટી શર્ટ તથા લોઅર પેન્ટ બજારમાં અલગ અલગ ઓનલાઈન એપ્લીકેશન પર બજાર કરતાં ઊંચા ભાવે વેચાણ કરતાં હતાં.
કુલ 11.87 લાખથી વધુ મુદ્દામાલ કબ્જે - પોલીસે સ્થળ પરથી લોગોવાળા (Branded company logo) કુલ 1590 ટીશર્ટ અને પેન્ટ કિમત રૂ. 3 લાખ 64 હજાર 500, લોગો વગરના 2560 ટીશર્ટ અને પેન્ટ કિમત રૂ. 2.85 લાખ, ઓનલાઈન ઓર્ડર માટે પેકિંગ કરેલી 47 ટીશર્ટ કિંમત રૂ 11 હજાર 750, કાપડના રોલ, કટિંગ કરેલ કાપડ, સિનળી મશીન 11, ઈંટરલોક મશીન 5, કટિંગ મશીન 1, ઇસ્ત્રી 2 મળી કુલ 11 લાખ 87 હજાર 750 રૂપિયાનો સામાન કબ્જે કર્યો હતો.