ETV Bharat / city

Surat Diamond Industry: રશિયાની કંપની પર પ્રતિબંધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં અનેક પ્રશ્નો, PM મોદી દરમિયાનગિરી કરે તેવી માગ - Gujarat Assembly Election 2022

રશિયા અને યુક્રેનના યુદ્ધ (Russia Ukraine War) બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અરરોસા (Ban on Alrosa Company) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પેમેન્ટ ક્રાઈસીસ (Payment Crisis in Surat Diamond Industry) સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા છે.

અલરોસા કંપની પર પ્રતિબંધના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ઊભા થયા અનેક પ્રશ્નો, PM મોદી દરમિયાનગિરી કરે તેવી માગ

author img

By

Published : Apr 12, 2022, 8:32 AM IST

Updated : Apr 12, 2022, 4:38 PM IST

સુરતઃ યુક્રેન પર રશિયાના હુમલા બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અલરોસા પર મૂકાયેલા પ્રતિબંધને (Ban on Alrosa Company) કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પેમેન્ટ ક્રાઇસીસ સહિતના પ્રશ્નો (Payment Crisis in Surat Diamond Industry) ઊભા થયા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા ઉદ્યોગના હિતમાં દરમિયાનગીરી કરે તેવી હીરા ઉદ્યોગકારોની (Surat Diamond Industry demands to PM Modi) માગ છે.

સુરતના હીરા ઉદ્યોગમાં 5,000 નાનામોટા કારખાના છે

અમેરિકાએ રશિયન કંપની પર મૂક્યો પ્રતિબંધ - જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન અને હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા (Russia Ukraine War) બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો, પરંતુ ત્યારબાદ તાજેતરમાં અમેરિકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ (Ban on Alrosa Company) મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે.

સમગ્ર વિશ્વમાં ખળભળાટ - અમેરિકાએ રશિયન ડાયમંડ માઈનિંગ કંપની અલરોસા પર મૂકેલા પ્રતિબંધને (Ban on Alrosa Company) કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી મૂક્યો હોવાના ઇઝરાયેલના અખબારી અહેવાલોએ એ વાતની પ્રતીતી કરાવે છે કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ ગંભીર કટોકટી તરફ ઢસડાય રહ્યો છે.

સુરતના હીરા ઉદ્યોગમાં 5,000 નાનામોટા કારખાના છે - સુરત હીરા ઉદ્યોગમાં 5,000થી વધુ નાનામોટા કારખાનાઓ આવેલા છે. સાઉથ આફ્રિકાથી લઈને રશિયાના ખાણમાંથી રફ ડાયમંડ અહીંયા તો થતું હોય છે. 20 બિલિયન ડોલર રફ ડાયમંડનો વેપાર છે. જ્યારે કટ ડાયમંડનું પણ 20 ડોલર બિલિયન વેપાર દર વર્ષે નોંધાય છે. રશિયાના અલરોસા કંપનીથી 30 ટકા ડાયમંડ સુરતમાં કટિંગ અને પોલિશિંગ માટે આવે છે. ભારતમાં જેનો વેપાર 4.5 બિલિયન ડોલર છે. ભારતમાં દર વર્ષે 400 મિલિયન ડોલર રફ ડાયમંડનો વેપાર છે અને બહારથી દર વર્ષે 2 લાખ કેરેટરફ ડાયમંડ ઈમ્પોર્ટ થાય છે.

કાચા હીરાનો સપ્લાય મેળવી શકતા હતા -પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની (Ban on Alrosa Company) વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે. તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, ના હીરા ઉધોગપતિઓ પણ આવે છે. આમ, હવે મુંબઈ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત (Shortage of rough diamonds in Mumbai and Gujarat) વર્તાશે અને તેના ભાવો અસાધારણ રીતે વધી જવાની શક્યતા જોવાય રહી છે. બીજી તરફ કાચા હીરાને સમાંતર તૈયાર હીરાના ભાવો પણ આ જ કારણથી ઉંચકાશે. તેને લઇને સમગ્ર હીરા બજારમાં અસમંજસભરી સ્થિતિ (Poor condition of diamond industry) સર્જાવાની ભીંતિ છે.

આ પણ વાંચો- New variant of corona: સુરત હીરા ઉદ્યોગમાં બ્લાઇન્ડ ખરીદી ફરીથી શરૂ થશે

વિશ્વની મોટા ભાગની કંપનીઓએ બેન્કિંગ વ્યવહાર સ્થગિત કર્યા - દિનેશ નાવડીયાએ વધુમાં કહ્યું હતું કે, આટલું ઓછું હોય. એમાં હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઈસીસનો પણ (Payment Crisis in Surat Diamond Industry) સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ (Russia Ukraine War) વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનાના બેન્કિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે.

હીરા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મૂકાયા - ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઈ, બેલ્જિયમ અને ભારતની જ કેટલીક પ્રાઈવેટ સેક્ટર બેન્ક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા, પરંતુ છેલ્લા 5 દિવસોથી દુબઈ, બેલ્જિયમ અને ભારતની બેન્કોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોઈ હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો- Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે

ઉદ્યોગકારો કાચા હીરાની ખરીદી કરી શકે તેવી સ્થિતિમાં નથી- ભારત અને રશિયા વચ્ચે રૂપીઝ-રૂબલમાં આર્થિક વ્યવહારો થવા જોઈએ એવી વાતો છેલ્લા પખવાડિયાથી થઈ રહી છે, પરંતુ હજી સુધી આ દિશામાં કોઇ નક્કર નિર્ણય જાહેર થયો નથી. આથી હીરા ઉદ્યોગકારો ઈચ્છે તો પણ કાચા હીરાની ખરીદી કરી શકે તેવી (Shortage of rough diamonds in Mumbai and Gujarat) સ્થિતિમાં નથી.

કેન્દ્ર તથા રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા માટે નિર્દેશિત - દિનેશ નાવડીયાએ જણાવ્યું કે સુરત, સૌરાષ્ટ્રમાં વિકસેલા હીરા ઉદ્યોગમાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને (Poor condition of diamond industry) કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રીતે અસર પહોંચે તેમ છે. આ પરિસ્થિતિ લાંબું ચાલશે તો ગુજરાતના અર્થતંત્રને પણ વિપરિત અસર થશે.

ચૂંટણી પહેલા કટોકટીમાંથી બહાર લાવવા PM પાસે માગ - ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) પણ આવી રહી છે આવી સ્થિતમાં દિનેશ નાવડીયાએ સુરત અને સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, કારખાનેદારો, રત્નકલાકારોની માગણી અને લાગણી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા ઉદ્યોગને આ કટોકટીમાંથી બહાર લાવવામાં રાહબર બને. તેમ જ કેન્દ્ર તથા રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા માટે નિર્દેશિત કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા ઉદ્યોગના હિતમાં દરમિયાનગીરી કરે તેવી હીરા ઉદ્યોગકારોની માગણી (Surat Diamond Industry demands to PM Modi) કરવામાં આવી છે.

Last Updated : Apr 12, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.