ETV Bharat / city

કુહાડી અને પિસ્તોલથી હુમલો કરવા પહોંચ્યો હુમલાખોર, લોકોએ હાથપગ બાંધી કર્યો પોલીસને હવાલે - અંગત અદાવત

સુરતમાં હાથમાં કુહાડી અને કમરના ભાગે પિસ્તોલ લટકાવીને એક હુમલાખોર બગીચામાં બેસેલા ઈસમ પર અંગત અદાવતમાં હુમલા કરવા પહોંચ્યો હતો, પરંતુ લોકોએ પકડી તેના હાથ પગ બાંધી દીધા હતા અને પોલીસને સોંપ્યો હતો. આ બાબતે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે.

rander police
rander police
author img

By

Published : Nov 18, 2020, 1:15 AM IST

  • અંગત અદાવતમાં બગીચામાં બેઠેલા શખ્સ પર હુમલો કરવા આવ્યો
  • આરોપી સાથે કુહાડી અને પિસ્તોલ હતી
  • લોકોએ હાથપગ બાંધી કર્યો પોલીસને હવાલે

સુરત : હાથમાં કુહાડી અને કમરના ભાગે પિસ્તોલ લટકાવીને આવેલા હુમલાખોરને લોકોએ ઝડપી લઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હુમલાખોર બગીચામાં બેસેલા ઈસમ પર અંગત અદાવતમાં હુમલા કરવા આવ્યો હતો, પરંતુ લોકોએ તેને પકડીને તેના હાથ પગ બાંધી દીધા હતા.

કુહાડી અને પિસ્તોલથી હુમલો કરવા પહોંચ્યો હુમલાખોર

કુહાડી અને પિસ્તોલ સાથે હુમલો કરવા આવ્યો હતો આરોપી

રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી નજીક ઘરના બગીચામાં બેઠેલા ગેમલસિંહ ઠાકર નામના શખ્સ પર હુમલો કરવા માટે કલ્પેશ પટેલ નામનો વ્યક્તિ આવી પહોંચ્યો હતો. કલ્પેશના હાથમાં કુહાડી અને કમરના ભાગે પિસ્તોલ લટકતી હતી.

Surat Crime news
હાથમાં કુહાડી અને કમરના ભાગે પિસ્તોલ લટકાવીને એક હુમલાખોર બગીચામાં બેસેલા ઈસમ પર અંગત અદાવતમાં હુમલા કરવા પહોંચ્યો

હાથ પગ બાંધી દઈને પોલીસને હવાલે કર્યો

આ હુમલો કરવા સાથે તેને ગેમલસિંહને ધમકી પણ આપી હતી કે, આજે તારો છેલ્લો દિવસ છે. જે દરમિયાન બગીચામાં હજાર ગેમલસિંહ ઠાકરના બન્ને પુત્ર તેમને બચાવવા પ્રયત્ન કરવા લાગ્યા હતા. જે બાદ બન્ને પુત્રએ આરોપી કિશોરને બગીચામાં હાજર અન્ય લોકોની મદદથી પકડીને તેના હાથ પગ બાંધી દીધા હતા. જે બાદ તેને પોલીસને હવાલે કર્યો હતો.

rander police
હાથમાં કુહાડી અને કમરના ભાગે પિસ્તોલ લટકાવીને કરવા આવ્યો હતો હુમલો

ઘટના અંગત અદાવતમાં થઈ

15 નવેમ્બરના રોજ બનેલી આ ઘટના અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનામાં રાંદેર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.