ETV Bharat / city

મોબ લિંચિંગ: ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનારા 11 આરોપીની ધરપકડ - મોબ લિન્ચિંગ

ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનાર 11 આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાં હતાં. આરોપીઓએ એક થઈ દુકાન બંધ કરી યુવાનને માર માર્યો હતો. મોબ લીન્ચિંગની આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે.

મોબ લિંચિંગ : ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનાર 11 આરોપીઓની ધરપકડ
ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનારા 11 આરોપીની ધરપકડ
author img

By

Published : Sep 26, 2020, 5:11 PM IST

સુરત: સુરતના સહારા દરવાજાથી કડોદરા જવાના રોડ પર ઇન્ટરસીટી ખાડી પુલ નજીક ફૂટપાથ ઉપરથી ગત મંગળવારે સાંજે લોહીલુહાણ હાલતમાં સાજનારામ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વરાછા પોલીસે આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. શરૂઆતના સમયે યુવાને આપઘાત કર્યો હોવાનું પોલીસને આશંકા હતી. જોકે પીએમ રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આ યુવાનને ફ્રૂટની દુકાન માલિક તથા તેની આસપાસના સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો હતો આ યુવાન પર ચોરીનો વહેમ રાખી તેને દુકાનની અંદર બંધ કરી લાકડાં વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો બાદમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. તેને ફૂટપાથ પર ફેંકી દેવાયો હતો આ ઉપરાંત દુકાન લોહીલુહાણ હતી તેને પણ સાફ કરી દેવામાં આવી હતી અને મારવામાં આવેલ લાકડી ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનારા 11 આરોપીની ધરપકડ
ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનારા 11 આરોપીની ધરપકડ

આ હકીકતના આધારે વરાછા પોલીસે દુકાનદાર સહિત 10 થી 15 વિરુદ્ધ હત્યા અને પુરાવાના નાશ અંગેનો ગુનો નોંધ્યો હતો. જેને આધારે પોલીસે દુકાનદાર અનીશ અબુબકર મેમણ સહિત 11 આરોપીની ધરપકડ કરી છે જયારે હત્યામાં સામેલ એક તરુણની અટકાયત કરી છે. વરાછા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે.

મોબ લિંચિંગ : ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનાર 11 આરોપીઓની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં બનેલી મોબા લિંચિંગની ઘટનામાં આખરે પોલીસે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ચોરીની શંકાના વહેમમાં આ તમામ આરોપીએ એક ઈસમને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે હાલ વરાછા પોલીસે આ તમામ આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.