ETV Bharat / city

ACP સી કે પટેલ વિરુદ્ધ સુરત કોર્ટ દ્વારા સમન્સ, વકીલને ચેમ્બરમાં માર મારવાનો કેસ - વકીલને ચેમ્બરમાં માર મારવાનો કેસ

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એસીપી સી કે પટેલ સામે કોર્ટે સમન્સ કાઢ્યું છે. પટેલે પોતાની ચેમ્બરમાં એડવોકેટને માર મારવાના કેસમાં સમન્સ પાઠવામાં આવ્યું છે. એડવોકેટ દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી ન હતી. ACP summoned by Surat court , Advocate Beaten in ACP C K Patel Chambers , Surat Varachha Police Station

ACP સી કે પટેલ વિરુદ્ધ સુરત કોર્ટ દ્વારા સમન્સ, વકીલને ચેમ્બરમાં માર મારવાનો કેસ

author img

By

Published : Aug 30, 2022, 9:47 PM IST

સુરત સુરત શહેરમાં દિવસે દિવસે પોલીસની ખાકી ઉપર દાગ લાગી રહ્યા છે. ત્યારે હજી એક કિસ્સો સુરત શહેર પોલીસ સામે આવ્યો છે કે સુરત શહેરમાં વરાછામાં પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે ફરજ બજાવતા સી કે પટેલ સામે કોર્ટ દ્વારા ઈ.પી.કો કલમ 166 એ ,323,341 મુજબ સમન્સ પાઠવામાં આવ્યું છે.

16 મહિના બાદ સમન્સ એસીપી સી કે પટેલ દ્વારા એડવોકેટને માર મારવામાં આવ્યો હતો. આ બાબતે એડવોકેટે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. અંતે 16 મહિના બાદ નામદાર કોર્ટ દ્વારા એસીપી સી કે પટેલ વિરુદ્ધ સમન્સ પાઠવામાં આવ્યું છે.

આ પણ વાંચો Woman lawyer beaten by police : પીડિતા મહિલા વકીલની આપવીતી પોલીસે ઢોરમાર માર્યો અને બિભત્સ ગાળો આપી

શું હતી ઘટના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મયુર કુકડીયા નામના ઇસમને માર મારવામાં આવ્યો હતો. જેને લઈને એડવોકેટ રજનીકાંત કનુભાઈ પાંચાણીને દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઈની સુનાવણી 13 એપ્રિલ 2021 ના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં થઈ હતી. તે સમય દરમિયાન એડવોકેટ રજનીકાંત પાંચાણી એસીપી સી કે પટેલની ચેમ્બરમાં ગયા હતાં. ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો. જે બાબત કોર્ટમાં ગેરકાયદે રીતે અટકાયત કરવી અને માર મારવો ફરજ પર રુકાવટ વગેરે જેવા કેસો લગાડી તેમણે એડવોકેટને બે દિવસ જેલમાં મોકલ્યો હતો.

આ પણ વાંચો મેહુલ બોઘરાના સમર્થનમાં આ જિલ્લામાં આજે વકીલો એક પણ કેસ ન લડ્યા

એસીપી સામે કલમ 166 એ 323 341 મુજબ સમન્સ એડવોકેટ રજનીકાંત કનુભાઈ પાંચાણી જેલમાંથી બહાર આવ્યા બાદ એસીપી સી કે.પટેલ દ્વારા કરવામાં આવેલા ખોટા કેસોને લઈને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પોલીસ કમિશનર દ્વારા આ બાબતે કોઈ ગંભીર પગલાં ન લેવામાં આવતા અંતે એડવોકેટ રજનીકાંત કનુભાઈ પાંચાણીએ એસીપી સી.કે.પટેલ વિરુદ્ધ અરજી કરી હતી. આ કેસમાં આજરોજ નામદાર કોર્ટ દ્વારા એસીપી સી કે પટેલ સામે કોર્ટ દ્વારા ઇપીકો કલમ 166 એ 323 341 મુજબ સમન્સ પાઠવામાં આવ્યું છે. ACP summoned by Surat court , Advocate Beaten in ACP C K Patel Chambers , Surat Varachha Police Station ACP સી કે પટેલને સુરત કોર્ટ દ્વારા સમન્સ , વકીલને ચેમ્બરમાં માર મારવાનો કેસ ,સુરત વરાછા પોલીસ સ્ટેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.