ETV Bharat / city

જૈસી કરની વૈસી ભરની: પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કાંટાળી પથારી

સુરત શહેરમાં સચિન જીઆઇડીસી (Rape Case In Surat) ખાતે 9 ડિસેમ્બર 2020ના રોજ પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના કેસમાં શનિવારે નામદાર કોર્ટ દ્વારા આરોપી (life imprisonment for molesting a five year old girl) મુકેશ બુઘઈ શાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

જૈસી કરની વૈસી ભરની : પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કાંટાળી પથારી

author img

By

Published : May 1, 2022, 12:57 PM IST

સુરત: સુરત શહેરમાં સચિન જીઆઇડીસી ખાતે 9 ડિસેમ્બર 2020 ના રોજ (Rape Case In Surat) પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે સચીન જીઆઇડીસી પોલીસે મામલાને ગંભીરતાથી લઇ તપાસનો દોર શરૂ કર્યો હતો. આ તપાસમાં સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા CCTV ફૂટેજ ના આધારે આરોપી મુકેશ બુઘઈ શાહની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પૂછપરછમાં સમગ્ર ઘટના બહાર આવી હતી. જેને લઇ સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા 4 જાન્યુઆરી 2021 ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં શનિવારે નામદાર કોર્ટ દ્વારા આરોપી મુકેશ બુઘઈ શાહને આજીવન કેદની સજા ફટકારવામાં (life imprisonment for molesting a five year old girl ) આવી છે.

આ પણ વાંચો: 5 વર્ષીય બાળકી સાથે કરેલા કૃત્યનો બદલો શું પોલીસ લેશે ?, જાણો શું બની હતી ઘટના

આજીવન કેદની સજા: આ કેસમાં પોલીસ દ્વારા કુલ 46 જેટલા સાક્ષીઓ કરવામાં આવ્યા હતા. એમાં CCTV, મેડિકલ, ડૉક્ટર, પરિવાર અને પોલીસની જુબાની નામદાર કોર્ટમાં લેવામાં આવી હતી, જેને લઇ આજરોજ સુરત નામદાર કોર્ટ દ્વારા આરોપી મુકેશ બુધઇ સાહને જીવનના અંતિમ શ્વાસ સુધી સજા સંભળાવવામાં આવી છે, તથા ભોગ બનનાર બાળકીના પરિવારને 7 લાખ રૂપિયાનું વરતણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આ તે કેવો કા'ર, જે જીવ ઉપર કરે વાર, "હું હવે જાઉં છું" MBBS ની વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

શું હતી ઘટના: સુરત શહેરમાં સચિન જીઆઇડીસી ખાતે 9 ડિસેમ્બર 2020 ના રોજ સચિન જીઆઈડીસીમાં ભોગ બનનાર બાળકી જો પાંચ વર્ષની હોય તેમને રાત્રિના સમયે એક અજાણ્યા ઈસમ દ્વારા સાથે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને ધમકી આપી હતી કે, તું કોઈને કહેતો તને મારી નાખીશ. જોકે બાળકી સમગ્ર ઘટના પોતાના પિતાની કહેતા આ સમગ્ર ઘટનાને લઈને પિતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને આ તપાસમાં સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં આરોપી પાંચ વર્ષની બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો અને જેને આધારે પોલીસે આરોપી મુકેશ બુધઇ સાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.