- સુરતમાં યુવકે સોશિયલ મીડિયાનો દૂરૂપયોગ કર્યો
- યુવકે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું
- ફેક એકાઉન્ટથી યુવતીઓને વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરતો હતો
- પોલીસે 21 વર્ષીય મયંક બાબુભાઈ કળથિયાની ધરપકડ કરી હતી
સુરતઃ કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દૂરૂપયોગ કરી રહ્યા છે. આવો એક કિસ્સો થયો સુરતમાં. સુરતમાં એક 21 વર્ષીય મયંક બાબુભાઈ કળથિયા નામનો યુવક સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં યુવતીનો ફોટો અપલોડ કરી અનેક યુવતીઓને વીડિયો કોલ કરતો હતો. આ વીડિયો કોલમાં તે બિભત્સ ચેનચાળા કરતો હતો. જોકે, પોલીસે આરોપી મયંકને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ જાહેરમાં બે શખ્સો વિરૂદ્ધ હુમલો કરનાર ચાર પૈકી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
યુવતીને વીડિયો કોલ કરી ચેનચાળા કરતો હતો
સુરતમાં રહેતી એક યુવતીએ સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા શખ્સે તેના નામે સોશિયલ મીડિયાનું ફેક એકાઉન્ટન બનાવ્યું છે. તેમાં તેનો ફોટો અપલોડ કરી અન્ય યુવતીઓને બિભત્સ મેસેજ કરતો હતો તેમજ વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરતો હતો. ત્યારબાદ યુવતીને બદનામ કરવાની ધમકી આપતો હતો. આ ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે તપાસ કરી વેડરોડ ખાતે રહેતા 21 વર્ષીય મયંક બાબુભાઈ કળથિયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
મિત્રો પાસેથી આઈડીની માહિતી મેળવી હતી
પોલીસે તેના મોબાઈલમાં તપાસ કરતા તેના મોબાઈલમાંથી તે ફેક આઈડી મળી આવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ તેના મિત્રો પાસેથી આ એકાઉન્ટની માહિતી મેળવી અલગ અલગ એકાઉન્ટમાં પણ આવી રીતે કૃત્ય આચર્યું છે. આ મામલે અન્ય બેથી ત્રણ આરોપીના નામ ખુલે તેવી શક્યતા છે.
સોશિયલ મીડિયામાં પ્રાઈવેસી રાખવી જરૂરી
સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પ્રાઈવેસી રાખવા અને અને અજાણ્યા વ્યક્તિઓની રિક્વેસ્ટ કે વીડિયો કોલ આવે તો ન ઉપાડવા અપીલ કરવામાં આવી છે, જેથી આ પ્રકારના ગુનાનો ભોગ લોકો ન બની શકે.