- સાત ખાનગી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સના નિણર્યને ABVPએ અયોગ્ય ગણાવ્યો
- ABVPએ આ નિણર્ય ઉતાવળો અને વિધાર્થી વિરોધી ગણાવ્યો
- ABVP દ્વારા હાલ પુરજોશમાં સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું
સુરત : તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખાણ માટે સાત પ્રાઇવેટ યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલેન્સની મજૂરી આપવામાં આવી હતી. જેના કારણે પ્રદેશમાં ખાનગીકરણને પ્રોત્સાહન મળી શકે છે, ત્યારે આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : માસ પ્રમોશનથી ખુશખુશાલ ધો.12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બાથરૂમમાં મળી આવ્યો મૃત
ભવિષ્યમાં પણ વિવિધ રીતે આયોજન કરી વિરોધ પ્રદર્શન કરીશું : ધ્રુમીજ પરદેશી (ABVPના સંયોજક)
સુરત જિલ્લા ABVPના સંયોજક ધ્રુમીજ પરદેશી દ્વારા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નોટિફેકશન બહાર પાડવામાં આવ્યું તેમાં ફક્તને ફક્ત પ્રાઇવેટ યુનિવર્સિટી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પ્રત્યક્ષ રૂપથી લાભ આપવાનો ઉદ્દેશ જાહેર થાય છે. જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ વિવિધ રીતે આયોજન કરી વિરોધ પ્રદર્શન કરીશું.