ETV Bharat / city

નવસારીના યુવકે સુરત સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

નવસારીના એક 24 વર્ષીય સ્વાદુપિંડના દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 3 દિવસ પહેલા સારવાર માટે લાવવામાં suicide in surat civil hospital આવ્યો હતો. આજે વહેલી સવારે કોઈ કારણોસર પરિવાર પાસે વોસરુમનું બહાનું બનાવીને હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. જોકે આ મામલાની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ગળે ફાસો ખાવાનું કારણ શું છે તેના વિશે તપાસ કરવામાં આવી રહી છે. suicide case in surat

નવસારીના યુવકે સુરત સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Aug 14, 2022, 4:28 PM IST

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક અજીબોગરીબ ઘટના બની છે. નવસારીમાં આવેલા ખેરગામમાં નવી નગરીના એક 24 વર્ષીય મયુર નામના યુવાને ગળો ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું (suicide in surat civil hospital) હતું. આ ઘટના સામે આવતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું (suicide case in surat) હતું. હાલ પોલીસ તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : દિવાલ પર સ્યુસાઈટ નોટ લખી મહિલાએ ભર્યું પગલું, કહ્યું સોરી મમ્મી

યુવાનને સ્વાદુપિંડની બિમારી : છેલ્લા ત્રણ દિવસથી નવસારી આવેલા મયુર બાબુ પટેલ નામના યુવાનને સ્વાદુપિંડની બીમારીને કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દી છેલ્લા એક મહિનાથી આ બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક મહિનાથી તે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા, પરંતુ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાદ, આજે રવિવારે વહેલી સવારે 5:30 વાગ્યાની કોઈ કારણસર તેમણે હોસ્પિટલના જ વોર્ડમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તો બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળ તપાસ હાથ ધરી હતી.

વૉસરૂમમાં જીવન ટૂંકાવ્યું : નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોની માહિતી અનુસાર, મૃતક મયુર પટેલ જેઓ હોસ્પિટલના વોર્ડ નંબર F2 માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ પરિવારજનોને વૉસ રૂમનું બહાનું આપ્યું હતું, ત્યારબાદ અડધો કલાક થયા બાદ પણ તેઓ બહાર ન આવતા પરિવારજનો દ્વારા વોશરૂમ પાસે જઈએ અવાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ અવાજ નહીં આવતા અંતે વૉર્ડના સ્ટાફને બોલાવવામાં આવતા તેઓ દ્વારા દરવાજો તોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, બસના સીસીટીવી ખોલશે હત્યા કે આત્મહત્યાનો ભેદ ?

પોલીસ તંત્ર દોડતું થયું : મયુરે ટોયલેટના લોખંડની બારીમાં ટૂવાલ બાંધીને વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે જ, સર્વન્ટએ તાત્કાલિક દરવાજે તોડીને યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર તથા નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. હાલ તો આ બાબતે ખટોદરા પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.