- એન્જિનિયર બનવાની ઇચ્છા ધરાવતી યુવતી સંસાર ત્યાગી સંન્યાસી બની
- અતિ શ્રીમંત પરિવારમાં હડકંપ મચી ગયો
- પાંચ વર્ષ પછી દીક્ષાની અનુમતિ અપાઈ
સુરત: ગુજરાતના હાલોલ નિવાસી રોશની બેડમિન્ટનની ખેલાડી છે. જે જોધપુરમાં કોલેજ કરીને એન્જિનિયર બનવાની ઇચ્છા ધરાવતી આ યુવતીએ આચાર્ય રત્નચંદ્ર સુરીજી મહારાજની પ્રેરણા પામીને સંસાર ત્યાગનો નિર્ણય કર્યો છે. સુરત પાલ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજે કુમારી રોશની અરવિંદકુમાર જૈનનું જય મુહૂર્ત પ્રદાન કર્યું હતું. રોશનીના આ નિર્ણય બાદ તેના અતિ શ્રીમંત પરિવારમાં હડકંપ મચી ગયો હતો. જે દીકરીને બેડમિન્ટનનો શોખ હતો અને જે એન્જિનિયર બનવા માંગતી હતી, તેેણે અચાનક જ સંયમ માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો. પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવતા રોશનીના પિતાએ ખૂબ કસોટી કર્યા બાદ પૂરા પાંચ વર્ષ પશ્ચાત્ સંયમી અનુમતિ આપી વિશાળ ભજન વર્ગની હાજરીમાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીની પાસે મુહૂર્ત યાચના કરવામાં આવી હતી.
દીક્ષા મુહૂર્તની થીમ લાલ કિલ્લાની બનાવવામાં આવી
પૂજ્ય આચાર્યશ્રીએ રોશનીને વૈશાખ સુદ 9 તારીખ 21 મે 2021નું દીક્ષા મુહૂર્ત પ્રદાન કર્યું હતું. દીક્ષા મુહૂર્તની થીમ લાલ કિલ્લાની બનાવવામાં આવી હતી. રાજ મહેલને ત્યાગીને આ દીકરી જ્યારે સંયમ માર્ગે પ્રયાણ કરી રહી છે, એવું દર્શાવવામાં લાલ કિલ્લાની થીમ રોશનીના ફ્રેન્ડ સર્કલ દ્વારા રચવામાં આવી હતી. રોશનીની દીક્ષા મણીલક્ષ્મી તીર્થ આચાર્ય રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ શ્રીના શુભ હસ્તે થશે.