- રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધતા ચિંતાજનક માહોલ
- સુરતમાં રોજ 3 આંકડાઓમાં કોરોના કેસ નોંધાતા તંત્ર ચિંતામાં
- કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને AIIMSના ડોક્ટરોની ટીમ આવી પહોંચી
સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ વચ્ચે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS)ના ડોક્ટરોની પેનલ સુરત આવી પહોંચી છે. સમગ્ર રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટેની ચર્ચા વિચારણા સુરત મ.ન.પા.ની મુખ્ય કચેરી ખાતે કેન્દ્ર સરકારની ટીમ અને મ.ન.પા. સત્તાધીશો વચ્ચે થઈ હતી.
આ પણ વાંચો: 7 એપ્રિલના રોજ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ટીમમાં 9 ડોકટરો અને 3 વૈજ્ઞાનિકોનો સમાવેશ
સુરત મ.ન.પા.ની મુખ્ય કચેરી ખાતે ગુરૂવારે AIIMS ના વરિષ્ઠ ડોક્ટરોની ટીમ, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ અને NIV પૂણેની ટીમ આવી પહોંચી હતી. તેમના વચ્ચે મળેલી બેઠકમાં સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કઈ રીતે કાબૂમાં મેળવી શકાય? તે માટેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ બેઠકમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, સુરત પોલીસ કમિશનર અજયકુમાર સહિત તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો બીજો ડૉઝ લીધો
પ્રેઝન્ટેશન થકી તમામ વિગતો આપવામાં આવી
મ.ન.પા સત્તાધીશો દ્વારા ફાસ્ટ પ્રેઝન્ટેશન થકી સુરતમાં જે પણ વિસ્તારોમાં અત્યારે કેસો વધી રહ્યા છે, જે વિસ્તારો હોટસ્પોટ છે અને તમામ વિસ્તારો કે જ્યાં માસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, તે અંગેની વિગતો કેન્દ્રની ટીમને આપવામાં આવી છે. બેઠકમાં જે રીતે હાલ સુરતમાં બાળકોમાં ચેપ વધારે ફેલાય છે, તે અંગેની જાણકારી ટીમને આપવામાં આવી હતી.