- માર્વેલા કોરીડોરમાં સ્પાની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર
- સંચાલક, માલિક અને ગ્રાહકો મળી કુલ 8 લોકોની ધરપકડ કરાઈ
- પોલીસે અહીથી 18 યુવતીઓને મુક્ત કરાવી
સુરત : સુરત શહેરમાં અનેક પ્રકારે અસામાજિક પ્રવૃતિઓ ચાલી રહી છે તેમ ખાસ કરીને શહેરમાં પોશ વિસ્તારમાં સ્પાની આડમાં અનેક ગેરપ્રવૃતિઓ ( Prostitution Racket In Spa ) કરવામાં આવે છે જે બાબતે અનેકવાર રેઇડ કરવામાં આવી છે. પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતાં. જેને લઈને થોડા સમયમાં ફરી સ્પા શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે વધુ એક બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલ ( Surat Crime Branch Missing Cell ) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે 18 યુવતીઓને મુક્ત કરાવી
સુરત ( Surat Police ) ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ પર આવેલા માર્વેલા કોરીડોરમાં એમ્બીસ સ્પામાં દેહવિક્રયનો ધંધો ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે 18 યુવતીઓને મુક્ત કરાવી હતી. સ્પાના માલિક કુલદીપસિંહ, સંચાલક નીલેશ સિંગ અને ગ્રાહક રાહુલ રાજુ ભટ્ટ, પ્રશાંત હીતુ ઠક્કર, વિપુલ યુવરાજ નિકમ,કરણ વિનોદ કુવર,ભાવેશ જેન્તી પ્રજાપતિ, અને વિજય મોહન પટેલને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે અહીંથી ૬ મોબાઈલ, રોકડા રૂપિયા 15 હજાર મળી કુલ 52 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
ગ્રાહક બનીને પોલીસે દરોડા પાડ્યા હતાં
ગ્રાહક બનીને પોલીસે રેઇડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ( Surat Crime Branch Anti Human Trafficking Unit ) બાતમીના આધારે ( Prostitution Racket In Spa ) અહી દરોડા પાડ્યાં હતાં. પોલીસની એક ટીમ અહી ગ્રાહક બનીને પહોચી હતી અને ખરાઈ કર્યા બાદ અહી દરોડા પાડવામાં આવ્યાં હતાં.
પોલીસના દરોડાના પગલે કોમ્પ્લેક્સમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસથી બચવા માટે માર્વેલા કોરિડોરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ચોથા માળે સ્પાની રૂમની બહાર સુધી સીસીટીવી કેમેરા લગાડેલા છે. જેના પર એક વ્યક્તિ નજર રાખતો હતો.અટકાયતમાં લેવામાં આવેલી 18 મહિલાઓએ દાવો કર્યો હતો કે તેઓ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અમદાવાદ અને સુરતના થાણેની છે.
આ પણ વાંચોઃ વાપી ટાઉનમાં બીજા દિવસે રીન્યુ સ્પામાં રેઇડ
આ પણ વાંચોઃ ચલામાં પીસલીલી સ્પામાં મસાજ કરાવવા આવેલા 3 ગ્રાહક સહિત સ્પાના મેનેજર અને 4 યુવતીની ધરપકડ