- અમરોલી બ્રિજ ઉપર ચાવતી ગાડીમાં લાગી આગ
- ફાયરબ્રિગેડને જાણ કરતા આગને કાબૂમાં લેવાઈ હતી
- આગને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી
સુરત: કતારગામ પાસે આવેલા અમરોલી બ્રિજ ઉપર એક ચાલતી ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. જો કે, સમયસૂચકતાથી આગ લાગવાની સાથે જ ચાલક દ્વારા ગાડીમાંથી બહાર આવી ગયો હતો. ત્યાર બાદ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી.
બ્રિજ ઉપર જ્યારે ગાડી જઈ રહી હતી, ત્યારે અચાનક ચાલતી ગાડીમાં આગ લાગતા લોકોમાં ચકચાર મચી હતી અને ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ રહી હતી તે સમયે બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે, પોલીસ દ્વારા ટ્રાફિક જામની સમસ્યા હલ થઇ ગઈ હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડ દ્વારા ગાડીનું નિરીક્ષણ કરાતા આગ ક્યા કારણે લાગી તે હજી અકબંધ છે. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પોલીસ દ્વારા સ્થિતી કાબૂમાં લેવાઈ
આગ લાગવાની સાથે આસપાસના લોકો દૂર જતા રહ્યા હતા. તેને કારણે પણ કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી. આજુબાજુના લોકોએ વીડિયો પણ ઉતારવા મંડ્યા હતા. જો કે, પોલીસ દ્વારા લોકોને દૂર કરાયા હતા.