- ખુલ્લી ગટરમાં ગાય પડી ગઇ હતી
- સુરત મહાનગરપાલિકાની બેદરકારી આવી સામે
- ગાય પડી હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી
સુરત: ભેસ્તાન વિસ્તારમાં આવેલા કૃષ્ણ રોહાઉસ પાસે ખુલ્લી ગટરમાં ગાય પડી જવાથી સ્થાનિક લોકો દ્વારા ગાયને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, ગાય હોવાના કારણે ફાયર વિભાગ(Fire Department)ને જાણ કરતા ભેસ્તાન ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને 10 ફૂટ ઉંડી ગટરમાંથી ગાયને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો- ગોંડલના ગૌ સેવકોએ 70 ફુટ ઉંડા કુવામાં પડેલી 4 ગાયોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી
કૃષ્ણ રોહાઉસ દ્વારા પણ ગાયને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા કૃષ્ણ રોહાઉસ પાસે 10 ફુટ ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હતી. જો કે, આ વાતની જાણ કૃષ્ણ રોહાઉસના લોકોને પડતા ત્યાંના લોકો દ્વારા ગાયને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમને સફળતા મળી ન હતી. તેમના દ્વારા ગાયને ગટરમાંથી દોરડા જોડે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગાય બહાર આવી શકી ન હતી. ત્યારબાદ ફાયર વિભાગ(Fire Department)ને જાણ કરવામાં આવી હતી અને પાંચ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ખુલ્લી ગટરમાંથી ગાયનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
![સુરતના ભેસ્તાન વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-cow-reskyu-fire-gj10058_25072021140515_2507f_1627202115_570.jpg)
સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા કૃષ્ણ રોહાઉસ પાસે 10 ફૂટ ઉંડી ખુલ્લી ગટરમાં ગાય પડી જવાથી ત્યાંના લોકો દ્વારા ગાયને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, તેને સફળતા ન મળતા અંતે ત્યાંના લોકો દ્વારા વિભાગને જાણ કરતા ભેસ્તાન ફાયર વિભાગ(Fire Department)ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગાયને સહી સલામત રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી.
![સુરતના ભેસ્તાન વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-cow-reskyu-fire-gj10058_25072021140515_2507f_1627202115_865.jpg)
આ પણ વાંચો- ઝારખંડના ગિરિડીહમાં હાથીનું બચ્ચું કુવામાં પડ્યું, વન વિભાગની ટીમે કર્યૂ રેસ્કયૂ
ખુલ્લી ગટરમાં ગાય પડી જાય તો બીજા બધાનો શું ભરોષો?
ગાયને બહાર કાઢ્યા પછી જતી રહી હતી, પરંતુ કૃષ્ણ રોહાઉસના લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે. આ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે. આવી ખુલ્લી ગટરમાં ગાય પડી જતી હોય તો બીજા બધાનો શું ભરોષો? અહીંયા રાત્રે કોઈ વ્યક્તિ જતુ હોય તો એ વ્યક્તિ પણ પડી જાય તો એના જાનની જવાબદારી કોણ લેશે.