- 9 વર્ષીય બાળકીએ પાવર લિફ્ટીંગમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
- રોજ એકથી દોઢ કલાકની ટ્રેનિંગ કરાવવામાં આવતી હતી
- આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ જવા માટે સિલેક્શન થયું
સુરત: અડાજણ વિસ્તારમાં રહેતી આશરે 9 વર્ષીય શ્રી શિંદેએ સાઉથ ગુજરાત પાવર લિફ્ટિંગ દ્વારા આયોજીત ચેમ્પિયનશિપમાં પ્રથમ ક્રમે આવી છે. આ નાનકડી શ્રી શિંદેએ ગુજરાત પાવર લિફ્ટિંગમાં સબ જુનિયર 44 કિગ્રા ગ્રુપમાં 52.5 કિગ્રા ટોટલ ડેડ લિફ્ટ પાસ કરી ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ જીતવાની સાથે ગુજરાતની સૌથી નાની વયની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનનો રેકોર્ડ બનાવ્યો છે.
લોકડાઉનના સમય દરમિયાન પાવર લિફ્ટીંગની ઈચ્છા થઈ હતી
શ્રી શિંદેના જણાવ્યા પ્રમાણે, હાલ હું 9 વર્ષની છું મને લોકડાઉનથી જ પાવર લિફ્ટિંગ કરવાની ઈચ્છા થઇ હતી, પણ લોકડાઉનમાં મને સમય મળ્યો ન હતો અને મને એમ વિચાર આવ્યો કે મને આ કરવું જ છે.જેથી હાલ હું છેલ્લા 20 દિવસોથી અહીં આવી છું. અત્યાર સુધી મેં 30 કિલોનું વજન ઉંચક્યું છે. હાલ હું સ્કૂલમાં 1 ધોરણમાં અભ્યાસ કરૂ છું. મને પાવર લિફ્ટિંગમા મારા મમ્મી પપ્પાનો ખુબ જ સારો સપોર્ટ છે અને મને મોટી થઈને પણ આ જ કરવાની ઈચ્છા છે.
આગામી દિવસોમાં નેશનલ લેવલ પર રમવા જશે
શ્રી શિંદેના કોચ દિપક તુકારામ મોરેએ જણાવ્યું કે, હું 10 વર્ષથી જિમ ટ્રેનર છું અને મારી પાસે એક નાનકડી છોકરી છે. જેને ગુજરાત પાવર લિફ્ટિંગમાં સુરતનું નામ રોશન કર્યું છે. શ્રી શિંદેએ 9 વર્ષની ઉંમરમાં જ પાવર લિફ્ટિંગમાં પોતાનું નામ ગુજરાતમાં રોશન કર્યું છે. શ્રીની ટ્રેનિંગ રોજ એકથી દોઢ કલાકની રહેતી હતી અને પ્રોપર ટ્રેનિંગ વેઇટ લિફ્ટિંગની રહેતી હતી. એમના પારિવાર માંથી પણ સારો એવો સપોર્ટ મળ્યો છે. શ્રીએ હંમેશા અમારી વાત માની છે અને જે ડાયટ હતું તેને પણ સારી રીતે ફોલો કર્યું છે. તેના જ કારણે આજે તે ચૅમ્પિયન બની છે અને આ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમે આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આવાનારા દિવસોમાં શ્રીનું નેશનલ્સમાં સિલેક્શન પણ થઇ ચૂક્યું છે. 40.4 KG સબ જુનિયરમાં 300થી 350 વિદ્યાર્થીઓ વચ્ચે તેને એવોર્ડ મળ્યો છે.