સુરત: શહેરાના ડિંડોલીના આરડી નગરના પ્લોટ- 160માં રહેતા છોટેલાલ રામકિશોર રામ જેઓ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં ઘરમાં શનિવારે 9:30 વાગે અચાનક જ ગેસ લીકેજ થતાં આગ (fire due to gas leakage In Dindoli) લાગી હતી. આ આગમાં તેમનું સંયુક્ત પરિવાર અને અન્ય 70 વર્ષીય વૃદ્ધ, જેઓ તેમનાં રૂમમાં સુતા હતા તેમને આ આગે પોતાની ઝપેટમાં લેતા તેઓ પણ સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. આ તમામ લોકોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Fire In Surat) ખસેડાયાં હતાં. હાલ તમામની હોસ્પિટલના G/3 વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
બાજુવાળા 70 વર્ષના કાકા પણ ગંભીર રીતે દાઝી ગયા
દાઝી ગયેલા છોટેલાલ રામે જણાવ્યુ કે, ગેસ લીકેજ થયું હતું તેના કારણે આગ (Surat Civil Hospital) લાગતા અમે કુલ 7 લોકો દાઝી ગયા છીએ. અમને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. સોસાયટીના લોકોએ જ એમ્બ્યુલન્સ બોલાવી હતી. આગ પોતાની મેળે જ લાગી હતી. કોઈ માચીસ વગેરે સળગાવ્યું ન હતુ. બીજા રૂમમાં જમવાનું બની રહ્યું હતુ અને પહેલા રૂમમાં ગેસ મૂકવામાં આવ્યો હતો, જે લિકેજ થઇ રહ્યો હતો તેના કારણે જ આગ લાગી હતી. હું ગંભીર રીતે દાઝી ગયો છું. મારી પત્ની અને મારાં ત્રણ બાળકો તથા ભાણેજો અને બાજુવાળા 70 વર્ષના કાકા પણ ગંભીર રીતે દાઝી ગયા છે.
7:30 વાગે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધો હતો
વધુમાં છોટેલાલ રામે જણાવ્યુ કે, હું સિક્યુરિટી ગાર્ડની જોબ કરું છું. અમે મૂળ બિહારના નાલંદા જિલ્લાના સફડી ગામનાં છીએ. અહીં અમે મારી પતિ, ત્રણ બાળકો સાથે રહીએ છીએ અને ગઈકાલે જ મારો ભાણેજ પણ આવ્યો હતો, એ પણ દાઝી ગયો છે. મારી પત્ની પગમાં દાઝી ગઈ છે. મારાં બન્ને છોકરાઓ પણ દાઝ્યાં છે. શનિવારના રોજ સાંજે 7:30 વાગે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધો હતો. ત્યારબાદ સુવાના સમયે એટલે કે રાત્રે 9:30 વાગે ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ ભડકા સાથે આગ પકડાઈ ગઈ હતી. કંઈ સમજ પડે તે પહેલાં બધા જ એટલે આખું પરિવાર જ આગની ઝપેટમાં આવી ગયા હતા.
આગને ઓલવવાની કોશિશ કરીએ તે પહેલાં આખો રૂમ ઝપેટમાં આવી ગયો
આ બાબતે દાઝેલા છોટેલાલના જમાઈએ જણાવ્યું કે, ગેસ લીકેજવાળી બોટલમાંથી દુર્ગંધ આવી રહી હતી. બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ આગ પકડાઈ ગઈ હતી. આગને ઓલવવાની કોશિશ કરીએ તે પહેલા આખો રૂમ ઝપેટમાં આવી ગયો હતો પરંતુ અમે આ પહેલા સાંજે 7:30 વાગે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધી હતી. ત્યારબાદ સુવાના સમયે એટલે કે રાત્રે 9:30 વાગે ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ ભડકા સાથે આગ પકડાઈ ગઈ હતી.
દાઝી ગયેલાની યાદી
- કંચનભાઇ પી. સિંહ, ઉંમર- 70
- પવનકુમાર છોટેલાલ રામ, ઉંમર -23
- શ્રવણકુમાર છોટેલાલ રામ, ઉંમર- 10
- રાહુલ દોમન પ્રસાદ રામ, ઉંમર -17
- છોટેલાલ રામકિશોર રામ, ઉંમર -39
- સંતોષીદેવી છોટેલાલ રામ, ઉંમર - 36
- સુમનકુમાર છોટેલાલ રામ, ઉંમર - 16
આ પણ વાંચો: દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ
આ પણ વાંચો: Surat City Bus fire: સરથાણામાં રાહદારીને સિટી બસે મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી