ETV Bharat / city

બારડોલીના અંચેલીમાં ચલથાણ સુગર ફેક્ટરીના 40 મજૂરોને ઝાડા-ઉલ્ટી, 7ની હાલત ગંભીર

બારડોલી તાલુકાના અંચેલી (Sugar Factory in Bardoli's Ancheli) ગામે પડાવમાં રહેતા સુગર ફેકટરીમાં 40 જેટલા મજૂરો ઝાડા ઉલ્ટીની ઝપેટમાં આવી જતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે પણ તાત્કાલિક સર્વે સાથે દવા વિતરણની કામગીરી શરૂ કરી હતી.

બારડોલીના અંચેલીમાં ચલથાણ સુગર ફેક્ટરીના 40 મજૂરોને ઝાડા-ઉલ્ટી, 7ની હાલત ગંભીર
બારડોલીના અંચેલીમાં ચલથાણ સુગર ફેક્ટરીના 40 મજૂરોને ઝાડા-ઉલ્ટી, 7ની હાલત ગંભીર
author img

By

Published : Dec 12, 2021, 11:03 PM IST

  • દૂષિત પાણી પીવાથી બીમારી ફેલાય હોવાનું અનુમાન
  • આરોગ્ય વિભાગે સર્વે કામગીરી શરૂ કરી
  • તમામ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

બારડોલી: બારડોલી તાલુકાનાં અંચેલી (Sugar Factory in Bardoli's Ancheli) અને પથરાડીયા ગામે પડાવમાં રહેતા શેરડી કાપતા મજૂરોમાં ઝાડા-ઉલ્ટી વાવર (40 workers of Chalthan Sugar suffer from diarrhea and vomiting) ફેલાતા આરોગ્ય તંત્ર અને સુગર ફેક્ટરી સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. બીમાર મજૂરોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંચેલીના મજૂરો પથરોણ શેરડી કાપવા માટે ગયા હતા, જ્યાં દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

બે દિવસ પૂર્વે બાજુના પથરોણ ગામે શેરડી કાપવા ગયા હતા

ચલથાણ સુગર ફેક્ટરીના શેરડી કાપતા મજૂરોનો પડાવ બારડોલી તાલુકાના અંચેલી ખાતે આવેલો છે. આ પડાવમાં રહેતા મજૂરો બે દિવસ પૂર્વે નજીકના મહુવા તાલુકાના પથરોણ ગામે શેરડી કાપવા માટે ગયા હતા. જ્યાં બાળકો સહિત 40 જેટલા મજૂરોને ઝાડા-ઉલ્ટી થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તમામ મજૂરોને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બારડોલીના અંચેલીમાં ચલથાણ સુગર ફેક્ટરીના 40 મજૂરોને ઝાડા-ઉલ્ટી, 7ની હાલત ગંભીર

દર્દીઓમાં 9 બાળકો પણ

આરોગ્ય વિભાગની ટીમે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્વે કામગીરી શરૂ કરી હતી. જેમાં દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન આરોગ્ય વિભાગે લગાવ્યું હતું. આ દર્દીઓમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે.

7 મજૂરોની તબિયત નાજુક

7 મજૂરોની હાલત નાજુક હોય સંજીવની હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. પાણીની પાઇપ લાઇનમાં લીકેજ હોવાથી દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાથી આ સ્થિતિ સર્જાય હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

પથરાડીયામાં મઢી સુગર ફેક્ટરીના 9 મજૂરો ઝાડા ઉલ્ટીની ચપેટમાં

અન્ય એક બનાવમાં બારડોલી તાલુકાના પથરાડીયા ગામમાં પણ મઢી સુગર ફેક્ટરીના મજૂરો ઝાડા ઉલ્ટીનો શિકાર બન્યા છે. બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી પંકજભાઈના જણાવ્યા અનુસાર પથરરાડીયામાં મજૂરોને ઝાડા ઉલ્ટી થયા હોવાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને સર્વે કામગીરી શરૂ કરી હતી. બે જગ્યાએ પાણીની લાઇનમાં લીકેજ મળ્યા હતા. આથી દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ મઢી સુગર ફેક્ટરીના 9 જેટલા મજૂરો સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

આ પણ વાંચો: Life Journey of Ashabahen Patel: ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશાબહેન પટેલની જીવન સફર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.