- સુરત ગ્રામ્યમાં કોરાના આવ્યો કાબૂમાં
- સતત ત્રીજા દિવસે કોરાના વાઇરસના લીધે એકપણ મોત નહીં
- ગ્રામ્યમાં આજે માત્ર 25 કેસ નોંધાયા
સુરત: ગ્રામ્યમાં કોરાનાના 25 કેસ ( corona cases ) નોંધાયા હતા. આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ 42 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હાલ હોસ્પિટલમાં 695 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હાલ 695 દર્દીઓ હજી હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કોરાના કાબૂમાં આવી જતા આરોગ્ય વિભાગ તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે માત્ર કોરાનાના 25 પોઝિટિવ કેસ જ નોંધાયા હતા અને સતત ત્રીજા દિવસે વાઇરસના લીધે એકપણ દર્દીનું મોત થયું ન હતું. આજે વધુ 42 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ સંચાલકો દ્વારા રજા આપવામાં આવી હતી. જ્યારે હાલ 695 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,839 પર અને મુત્યુઆંક 475 પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 30,669 પર પહોંચી ગઈ છે.
ચોર્યાસી, ઉમરપાડા, માંડવીમાં કોરાના ખાતું ન ખોલાવી શક્યો
આજે સુરતના 9 તાલુકાઓમાંથી 3માં કોરાના ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ઓલપાડ 7, કામરેજ 2, પલસાણા 1, બારડોલી 8, મહુવા 6, માંગરોળ 1 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 23 કેસ નોંધાયા
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી
આ પણ વાંચો: Surat rural corona update - સુરત ગ્રામ્યમાં પોઝિટિવ કરતા ડબલ ડિસ્ચાર્જ
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં સોમવારે 6401 લોકોએ લીધી કોરાના રસી
આ પણ વાંચો: સુરત ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે 5622 લોકોનું રસીકરણ