ETV Bharat / city

સુરતમાં ઓક્સિજનની અછત દૂર કરવા ક્લાસ 1થી ક્લાસ 3ના 20 અધિકારીએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો - જામનગરની રિલાયન્સ કંપની

સુરતમાં ઓક્સિજનની અછત વચ્ચે દર્દીઓને મોતના મોંમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારના સહયોગથી તાબડતોબ ઓક્સિજનની વ્યવસ્થા કરી રાહત પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ઓક્સિજનની જરૂરિયાત વધતા ક્લાસ 1થી ક્લાસ 3 સુધીના અધિકારીઓ અને કર્મચારીઓએ ટીમ બનાવી એક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

સુરતમાં ઓક્સિજનની અછત દૂર કરવા ક્લાસ 1થી ક્લાસ 3ના 20 અધિકારીએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો

author img

By

Published : May 11, 2021, 3:43 PM IST

  • સુરતમાં ઓક્સિજનના મોનિટરીંગ માટે કંટ્રોલ રૂમ શરૂ
  • ક્લાસ વનથી લઈ ક્લાસ 3ના અધિકારીઓએ શરૂ કર્યો રૂમ
  • હોસ્પિટલમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે તે માટેની વ્યવસ્થા

સુરતઃ શહેરમાં પણ કોરોનાના દર્દીઓને ઓક્સિજન મેળવવા માટે તકલીફ પડી રહી છે. તો બીજી તરફ ઓક્સિજનની અછતને પહોંચી વળવા સુરતના ક્લાસ-1થી લઈ ક્લાસ -3ના કર્મચારીઓએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સુરતમાં માર્ચ મહિનામાં 64 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ હતો, જે વધીને 22મી એપ્રિલે 241 મેટ્રિક ટને પહોંચ્યો હતો. આ સમયે સિવિલ-સ્મિમેર તથા શહેરની ખાનગી હોસ્પિટલોમાં સમયસર પૂરવઠો પહોચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રએ ઓક્સિજન સપ્લાય અને પ્રાપ્તિ માટે વિવિધ મોરચે કામ સંભાળ્યું હતું. એક તબક્કે અધિકારીઓ જાતે જ આઈનોકસ કંપની પર જઈને મધ્યપ્રદેશના ટેન્કરોમાં ઓક્સિજન રિફિલિંગને અટકાવીને સુરતના ટેન્કરોનું સૌપહેલાં રિફિલિંગ થાય એ માટે તાકીદ કરી હતી. પરિણામે મધ્યપ્રદેશ પહેલાં સુરતને ઓક્સિજન રિફિલ માટે પ્રાથમિકતા મળી હતી.

સુરતમાં ઓક્સિજનની જરૂરિયાત વધતા ક્લાસ 1થી ક્લાસ 3 સુધીના અધિકારીઓ અને કર્મચારીઓએ ટીમ બનાવી

આ પણ વાંચોઃ મોઢવાડા ગામમાં કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ
ક્લાસ વનથી લઈ ક્લાસ 3ના અધિકારીઓએ શરૂ કર્યો રૂમ

ઓક્સિજનની જરૂરિયાતના મોનિટરીંગ માટે 20 અધિકારીઓની ટીમ બનાવીને કંટ્રોલરૂમ શરૂ કરાયો

શરૂઆતમાં સુરતને આઈનોક્સ કંપની તરફથી 120થી 130 મેટ્રિક ટન તથા 15-20 મેટ્રિક ટન મે.લિન્ડે તરફથી ઓક્સિજન સપ્લાય મળતો હતો, જેનાથી શહેરની માગ સંતોષાતી હતી, પરંતુ એક તબક્કે કેસમાં આવેલા ઉછાળાના પરિણામે ઓક્સિજનની જરૂરિયાતમાં એકાએક વધારો થતા તત્કાલ મોનિટરીંગ કરવા માટે 20 જેટલા કલાસ 1થી લઈ કલાસ-3 સુધીના અધિકારી-કર્મચારીઓની ટીમ બનાવીને કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો.

હોસ્પિટલમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે તે માટેની વ્યવસ્થા

આ પણ વાંચોઃ અમૂલ ડેરીએ 7 દિવસમાં બેલ્જીયમ અને ફ્રાંસથી આયાતી ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

સુરતમાં અગાઉ એક એર સેપરેશન યુનિટ હતું

સુરતમાં અગાઉ એક લિક્વિડ ઓક્સ્સિજન ઉત્પાદક, એક એર સેપરેશન યુનિટ અને 6 રિફિલર્સ હતા. વધતી માગને ધ્યાનમાં રાખીને વધુ એક લિક્વિડ ઓક્સિજન ઉત્પાદક, એક એર સેપરેશન પ્લાન્ટ અને એક રિફિલરને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા 6 કલાકની અંદર લાઈસન્સ આપવામાં આવ્યું હતું, અને તેમણે એ જ દિવસથી હોસ્પિટલોમાં ઓક્સિજનનો સપ્લાય શરૂ કરી દીધો હતો. રિફિલર્સના 3 નાઈટ્રોજન ટેન્કર ઓક્સિજન ટેન્કરમાં ફેરવાયા હતા જેથી ટેન્કરની તંગી ઓછી થઈ હતી. વધુમાં એક નાઈટ્રોજન સ્ટોરેજ ટાંકી પણ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

સુરતમાં ઓક્સિજનના મોનિટરીંગ માટે કંટ્રોલ રૂમ શરૂ

ઝોનના કાર્યકારી ઈજનેરોને જવાબદારી સોંપવામાં આવી હતી

સેવાનું બીજું રૂપ પણ સુરતે જોયું. એક બાજુ વહીવટીતંત્ર રાજ્ય સરકારના સતત સંપર્કમાં રહી ઓક્સિજન સપ્લાય વિના વિક્ષેપ મળતો રહે એ માટે રાતદિવસ એક કરી રહ્યું હતું. ત્યારે બીજી બાજુ શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ, જ્ઞાતિસમાજ અને કોમ્યુનિટી જૂથોને ઓક્સિજન બેડ સુવિધાવાળી સી.સી.આઈ.સી અને ડી.સી.એચ.સી (કોમ્યુનિટી અને ડેડીકેટેડ કોવિડ કેર એન્ડ આઈસોલેશન સેન્ટર્સ' બનાવ્યા હતા. ત્યાં પણ ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી. આ સેન્ટરો પણ ખાનગી ઉદ્યોગગૃહો પાસે શક્ય તેટલો ઓક્સિજન સપ્લાય મળી રહે એવા પ્રયાસો કરી રહ્યાં હતાં.

ખાનગી ઉદ્યોગો પાસેથી ઓક્સિજન લેવાયો

શહેરમાં ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડરની આ વધારાની આવશ્યકતાઓ માટે, ખાનગી ઉદ્યોગો પાસેથી સિલિન્ડર હસ્તગત કરી ઉપરાંત ખરીદી કે ભાડેથી લઈ આવા 1,500-2,000 વધારાના સિલિન્ડર ઉમેરવામાં આવ્યા હતા. જે પાંચ ડીસીએચસી અને 22 CCICને આપવામાં આવ્યા હતા. CCICને ઓક્સિજનનો પુરવઠો ચોવીસ કલાક સુનિશ્ચિત કરવા માટે ઝોનના કાર્યકારી ઈજનેરોને જવાબદારી સોંપવામાં આવી હતી અને અલાયદા ઓક્સિજન રિફિલિંગ સ્ટેશન ફાળવવામાં આવ્યા હતા

બે આઈસોલેશન પ્લાન્ટને તત્કાલ લાયસન્સની મંજૂરી આપી

આ સમયે શહેરને વધુ ઓક્સિજનનો પૂરવઠો મળી રહે તે માટે સુરત તંત્રે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી 20-30 ટન ઓક્સિજન તથા જામનગરની રિલાયન્સ કંપનીમાંથી 50-65 ટન ઓક્સિજનનો સપ્લાય શરૂ કર્યો હતો. આ સમયે બે આઈસોલેશન પ્લાન્ટને તત્કાલ લાયસન્સની મંજુરી આપીને શરૂ કરવામાં આવ્યા.

ઈમરજન્સીના સમયે જરૂરિયાતને પહોંચી વળવા બફર સ્ટોક

નાયબ કલેકટર રાજેશ બોરડે જણાવ્યું કે, સુરતમાં ટેન્કરોની જરૂરિયાત મુજબ ઓક્સિજનની સપ્લાય કર્યો હતો. સાત ડીલર પાસેથી ઓક્સિજન જથ્થો મળતો રહે તે માટે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ઈમરજન્સીના સમયે કોઈ પણ હોસ્પિટલને ઓક્સિજન સ્ટોક પૂરો પાડી શકાય એ માટે અંદાજે 250-300 જમ્બો સિલિન્ડરો, પાંચ ડ્યુરા અને ચાર પોર્ટાનો બફર સ્ટોક કટોકટી હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ હોસ્પિટલો દ્વારા S.O.S (ઈમરજન્સી) કોલ્સ આવતા ત્યાંરે તેઓના સિલિન્ડરો રિફિલિંગ થાય ત્યાં સુધી આ બફર સ્ટોકમાંથી ઓક્સિજન આપવામાં આવતો હતો.

પ્રત્યેક ઓક્સિજન ટેન્ક સાથે પોલીસ જવાન તહેનાત

ઓક્સિજનનો સમયસર સપ્લાય થાય તે માટે સુરતથી મામલતદાર તેમના સ્ટાફ સાથે જામનગરના રિલાયન્સ ખાતે ડ્યુટી પર મૂકાયા હતા. સમયસર ઓક્સિજન પહોંચાડવા ઓક્સિજનના ટેન્કરોના ઝડપી આવાગમન માટે 'ગ્રીન કોરિડોર' બનાવાયો હતો. જેમાં દરેક ટેન્કરને પોલીસ વાહનના પાયલોટીંગ સાથે ગ્રીન કોરિડોર મારફતે વિનાવિક્ષેપ સમય ગુમાવ્યા વિના સુરત ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પ્રત્યેક ટેન્ક સાથે એક પોલીસ જવાનને તૈનાત રહી ટેન્કર સુરક્ષિતપણે ગંતવ્યસ્થળે પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

શહેરના 7 રિફિલર્સ સાથે ઓક્સિજનની પૂર્તિ માટે રાઉન્ડ ધ કલોક મોનિટરીંગ

સુરત શહેરમાં હજીરા આઈનોક્ષ, ઝઘડિયા તથા જામનગરથી આવતાં ઓક્સિજનના સપ્લાય અને રિફિલિંગ માટે સાત સપ્લાયરોને નિયુક્ત કરાયા હતાં. દર 2 કલાકે ઓક્સિજન જરૂરિયાતનું મોનિટરીંગ, જથ્થાનું પ્રમાણ, મીટર રિડિંગ માટે તંત્રના દરેક સપ્લાયર પર એક અધિકારી સતત રાઉન્ડ ધ કલોક દેખરેખ રાખતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.