- કોરોનામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે
- મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાહ્નવી ભટ્ટે રામધુન કરી તૈયાર
- જાહ્નવી ભટ્ટને સંગીતમાં છે રુચી
સુરત: જિલ્લાના વેસુ વિસ્તારમાં રહેતી માત્ર 14 વર્ષીય જાહ્નવી છેલ્લાં કેટલાક સમયથી કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના આંકડા સાંભળીને આટલી હદે વ્યથિત થઈ ગઈ હતી કે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને રામ ધુન તૈયાર કરી છે. આશરે 7 મિનિટના રામધુન કોરોના પરિવારજનોને સાંત્વના આપવા માટે તૈયાર કરાયું છે.
આ પણ વાંચો: ડાંગના યુવાનોએ બનાવ્યું પ્રથમ આદિવાસી રેપ સોંગ, આગવી સ્ટાઇલમાં ડાંગી સંસ્કૃતિનું વર્ણન કર્યું
4 મહિનાના પ્રયાસ બાદ આ ગીત તૈયાર કર્યું
જાહ્નવી ભટ્ટ ધોરણ-9માં ભણે છે અને હાલ ઓનલાઈન ભણતર સાથે જે પણ સમય તેને મળતો હતો તે પોતાના પ્રિય વિષય સંગીતને આપતી હતી. જાનવીને વિચાર આવ્યો કે સંગીતના માધ્યમથી કોરોનામાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે અને 4 મહિનાના પ્રયાસ બાદ આ ગીત તૈયાર કર્યું હતું.
આ પણ વાંચો: સુરતી યુવકે ખેલૈયાઓ માટે બનાવ્યું 'ગરબા સોંગ'
કોરોનાથી મૃત્યુ પામનારા લોકો વિશે સાંભળીને વ્યથિત થઈ ગઈ હતી
આ અંગે જાહ્નવીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી મૃત્યુ પામનારા લોકો વિશે સાંભળીને વ્યથિત થઈ ગઈ હતી. આ લોકોની આત્માને પ્રભુ શાંતિ આપે અને પરિવારજનોને શક્તિ આપે આ હેતુથી આ ગીત તૈયાર કર્યું છે. આ રામધુન છે જેનાથી હું તેમના પરિવારજનોને સાંત્વના આપવા માંગું છું. સંગીતમાં મારી રુચી છે અને આ જ કારણ છે કે, મેં કર્ણાટક સુધી જઈ તાલીમ લીધી છે. હું લોકોને આટલું જ કહેવા માંગું છું કે, તેઓ ઘરે રહે અને સુરક્ષિત રહે અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરે.