ETV Bharat / city

ક્રૂર કોરોના: સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત

author img

By

Published : Apr 6, 2021, 12:55 PM IST

સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વૃદ્ધ અને યુવાઓની સાથે સાથે હવે બાળકોમાં પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. 1 માર્ચથી લઇને અત્યાર સુધીમાં 10 વર્ષ સુધીના આશરે 150થી વધુ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજી બાજુ, સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે.

ક્રૂર કોરોના: સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત
ક્રૂર કોરોના: સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત
  • સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત
  • બાળકોમાં ખાસ કરીને તાવ અને શરદી ખાસી વધારે જોવા મળે છે
  • સુરત શહેરમાં 150થી 250 જેટલા બાળકો સામે આવી રહ્યા છે

સુરત: સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો વચ્ચે બાળકોમાં સંક્રમણની સંખ્યા વધી રહ્યી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશ કોરાટના 13 વર્ષના પુત્ર ધ્રુવ કોરોના સંક્રમિત થયો હતો. આ બાદ, તેને મજુરાગેટ ખાતે આવેલી સાચી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ, હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. કહી શકાય કે અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયુ છે. પિતા ભાવેશ કોરાટના કહેવા મુજબ રવિવાર સુધી તે સ્વસ્થ હતો. પરંતુ, બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો જેમાં પોઝિટિવ આવ્યો હતો. તબિયત વધુ લથડતાં તેને મજુરાગેટ ખાતે આવેલ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ 5 કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાની ભયંકર સ્થિતીઃ વલસાડથી કચરાની ગાડીમાં લાવવા પડ્યા વેન્ટિલેટર !

નાના બાળકો કોરોનાથી સંક્રમિત થતા ચિંતાનો વિષય

બાળકો માટે કોરોનાનો નવો ટ્રેન્ડ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. ત્યારે, કોરોનાની ઝપેટમાં બાળકો આવી રહ્યા છે. સુરતમાં અત્યારે સુધી 150થી વધુ 10 વર્ષની અંદરના બાળકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ત્યારે, બીજી બાજુ 560 જેટલા એવા બાળકો પોઝિટિવ આવ્યા છે જેઓ શાળા ગયા હતા.

બાળકો પણ સુપર સ્પ્રેડર

સુરતના ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ અને બાળકોમાં કોરોના આવતા તેમની સારવાર કરનાર ડૉક્ટર પૂર્વેશ ધાકેચાએ જણાવ્યું હતું કે, લોકોને ગભરાવાની જરૂર નથી આ જે છે બીજો ફેઝ છે. પહેલો ફેઝ પીક હતો. ગયા વર્ષમાં ઓછા પ્રમાણમાં બાળકો સંક્રમિત હતા. 10માંથી 1 બાળક સંક્રમિત હતું પરંતુ, આ વખતે એક જ પરિવારમાં તમામ સભ્યો સંક્રમિત હોય છે. જેથી, બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. બાળકોમાં ખાસ કરીને તાવ અને શરદી ખાસી વધારે જોવા મળે છે. બાળકો પણ સુપર સ્પ્રેડર તરીકે ઓળખાય છે. જો કોઈ લક્ષણ હોય તો ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટને ચોક્કસથી બતાવવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં રોજ સુરત શહેરમાં 150થી 250 જેટલા બાળકો સામે આવી રહ્યા છે.

સુરતમાં કોરોના કહેર: 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત

આ પણ વાંચો: સુરત શહેર અને જિલ્લામાં બે દિવસમાં કુલ 1,321 લોકો કોરોનાથી સંક્રમિત

બાળકોને રિવર્સ ક્વારેન્ટીન કરવામાં આવે

સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો વચ્ચે બાળકોમાં સંક્રમણની સંખ્યા વધી છે. આ બાબતે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં બાળકોને રિવર્સ ક્વોરેન્ટીન કરવા ખૂબ જ જરૂરી છે. એટલે આવા વ્યક્તિ કે જે પોઝીટીવ નથી તેમ છતાં તેને ઘરમાં રાખવું ખૂબ જ જરૂરી છે. નેગેટીવ વ્યક્તિ બહાર ન જાય અને ઘરે રહે અને સુરક્ષિત રહે. કારણ કે જો ઘરેથી બહાર નીકળશે તો ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.