- સેલવાસમાં યોજાયું સાયકલ ફોર ચેન્જ અભિયાન
- ઉદ્યોગોએ કામદારોને સાયકલો ભેટ આપી
- સ્માર્ટ સીટી સેલવાસ માટે મહત્વનો પ્રોજેકટ
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ કુમાર સિંઘે સાયકલ ફોર ચેન્જ અભિયાનને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે પ્રદેશની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ અને વિક્રમ પ્લાસ્ટીરાઈઝર કંપનીએ પર્યાવરણની જાળવણી માટે કંપનીના કામદારો સાયકલ પર આવે તે માટે સાયકલની ભેટ આપી હતી.
સાયકલ ફોર ચેન્જ અભિયાન
કેન્દ્ર સરકાર દ્વારા શહેરોને પોલ્યુશન મુક્ત બનાવવા સાયકલ ફોર ચેન્જ પ્રોજેક્ટની અમલવારી દરેક રાજયોમાં શરુ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે દરેક શહેરમાં લોકો વધુને વધુ સાયકલ સવારી કરે તે માટે જનજાગૃતિ સહિતના કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. જેમાં સેલવાસની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ અને વિક્રમ પ્લાસ્ટીરાઇઝર કંપનીએ કામદારોને સાયકલ વિતરણ કરી અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી.
કલેકટરે સાયકલ લાભાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું
આ અભિયાન અંતર્ગત સેલવાસમાં જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે કલેક્ટર સંદિપ કુમાર સિંઘે લીલી ઝંડી બતાવી સાયકલ લાભાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સાયકલ ફોર ચેન્જ અભિયાનમાં લોકો જોડાય અને પર્યાવરણને સુધારવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી. સાયકલ ચાલકો માટે અલગ ટ્રેક
કલેકટરે વધુમાં સેલવાસને સ્માર્ટ સિટીમાં સામેલ કર્યું છે. ત્યારે સેલવાસ શહેર પોલ્યુશન મુક્ત રહે લોકો સાયકલનો ઉપયોગ કરે તે માટે અલગ સાયકલ ટ્રેક બનાવવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
શહેરને પોલ્યુશન ફ્રી બનાવવા સેલવાસમાં સાયકલ ફોર ચેન્જ અભિયાન શરૂ - સેલવાસ
સ્માર્ટ સિટીમાં સામેલ થયા બાદ દાદરા નગર હવેલીના મુખ્ય ટાઉન એવા સેલવાસને પોલ્યુશન ફ્રી રાખવા લોકો સાયકલનો ઉપયોગ કરે તેવા આશયથી સાયકલ ફોર ચેન્જ અભિયાનનો કલેકટરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
selwas
- સેલવાસમાં યોજાયું સાયકલ ફોર ચેન્જ અભિયાન
- ઉદ્યોગોએ કામદારોને સાયકલો ભેટ આપી
- સ્માર્ટ સીટી સેલવાસ માટે મહત્વનો પ્રોજેકટ
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ કુમાર સિંઘે સાયકલ ફોર ચેન્જ અભિયાનને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે પ્રદેશની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ અને વિક્રમ પ્લાસ્ટીરાઈઝર કંપનીએ પર્યાવરણની જાળવણી માટે કંપનીના કામદારો સાયકલ પર આવે તે માટે સાયકલની ભેટ આપી હતી.
સાયકલ ફોર ચેન્જ અભિયાન
કેન્દ્ર સરકાર દ્વારા શહેરોને પોલ્યુશન મુક્ત બનાવવા સાયકલ ફોર ચેન્જ પ્રોજેક્ટની અમલવારી દરેક રાજયોમાં શરુ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે દરેક શહેરમાં લોકો વધુને વધુ સાયકલ સવારી કરે તે માટે જનજાગૃતિ સહિતના કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. જેમાં સેલવાસની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ અને વિક્રમ પ્લાસ્ટીરાઇઝર કંપનીએ કામદારોને સાયકલ વિતરણ કરી અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી.
કલેકટરે સાયકલ લાભાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું
આ અભિયાન અંતર્ગત સેલવાસમાં જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે કલેક્ટર સંદિપ કુમાર સિંઘે લીલી ઝંડી બતાવી સાયકલ લાભાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સાયકલ ફોર ચેન્જ અભિયાનમાં લોકો જોડાય અને પર્યાવરણને સુધારવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી. સાયકલ ચાલકો માટે અલગ ટ્રેક
કલેકટરે વધુમાં સેલવાસને સ્માર્ટ સિટીમાં સામેલ કર્યું છે. ત્યારે સેલવાસ શહેર પોલ્યુશન મુક્ત રહે લોકો સાયકલનો ઉપયોગ કરે તે માટે અલગ સાયકલ ટ્રેક બનાવવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
Last Updated : Dec 24, 2020, 7:57 AM IST