ETV Bharat / city

રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવાતી હોવાનો વીડિયો વાઈરલ - labor by students

રાજકોટમાં પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં વિદ્યાર્થીઓ રેતી, કપચી સહિતનો કાચો માલ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા નજરે પડે છે. જ્યારે, શાળાના શિક્ષકો અને આચાર્ય પણ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવાતી હોવાનો વીડિયો વાઈરલ

author img

By

Published : Mar 19, 2021, 3:18 PM IST

  • બાળકો પાસેથી રેતી-કપચી ઉંચકાવવામાં આવતો વીડિયો વાઈરલ
  • શિક્ષક અને આચાર્યોએ વિદ્યાર્થીઓની મદદ માંગી હોવાનો બચાવ
  • જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપાયા તપાસના આદેશ

રાજકોટ: બેડલા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટના સામે આવી છે. શાળામાં ચાલી રહેલા બાંધકામના કામ દરમિયાન વિદ્યાર્થીઓ રેતી કપચી ઉપાડીને લઈ જઈ રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગ્રામજનો પણ આ મામલે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પાસે રેતી કપચી ઉંચકાવડાવી

પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ રેતી કપચી સહિતનો કાચો માલ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે. જ્યારે, શાળાના શિક્ષક અને આચાર્ય પણ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હાલમાં શાળામાં પરીક્ષાઓ પણ શરૂ છે, ત્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓ પાસેથી મજૂરીકામ કરાવાતું હોવાનો વીડિયો સામે આવતા શાળાના આચાર્ય વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો: સનવાવ ગામના વિદ્યાર્થીઓ ST બસના અભાવે 5 KM પગપાળા શાળાએ જવા મજબુર

શાળામાં ચાલી રહ્યું છે પેવર બ્લોક નાંખવાનું કામ

શાળામાં પીવાનાં પાણીના સ્ટેન્ડ પાસે પેવર બ્લોક નાંખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન શ્રમિકો ન આવતા કામ અટકે નહીં તે માટે શિક્ષક અને આચાર્યોએ આ કામમાં મદદ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હોવાનો બચાવ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપાયા તપાસના આદેશ

વાઈરલ થયેલા વીડિયોને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આ મામલે Etv BHARAT દ્વારા રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાસિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, અમે આ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાત કરી છે અને તપાસના આદેશ પણ આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.