ETV Bharat / city

Vaccine at Home: RMC હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને ઘરે જઈને Corona Vaccine આપશે, હેલ્પલાઈન નંબર પણ કરાયો જાહેર

રાજકોટ શહેરમાં વધુને વધુ લોકોને કોરોનાની વેક્સિન મળે તે માટે મહાનગપાલિકાએ હવે લોકોને ઘરે ઘરે જઈને વેક્સિન આપવાનું આયોજન કર્યું છે. મહાનગરપાલિકાની ટીમ હવે દિવ્યાંગો અને અશક્ત લોકો અને જે લોકો વેક્સિન લેવા આરોગ્ય કેન્દ્રો (Helath Centres) પર જઈ શકતા નથી તેવા લોકોને ઘરે જઈને કોરોનાની વેક્સિન (Corona Vaccine) આપશે. આ માટે મહાનગરપાલિકાએ એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે, જેના પર ફોન કરીને તમામ વિગતો લખાવવી પડશે.

Vaccine at Home: RMC હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને ઘરે જઈને Corona Vaccine આપશે, હેલ્પલાઈન નંબર પણ કરાયો જાહેર
Vaccine at Home: RMC હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને ઘરે જઈને Corona Vaccine આપશે, હેલ્પલાઈન નંબર પણ કરાયો જાહેર
author img

By

Published : Sep 28, 2021, 3:49 PM IST

  • રાજકોટ મહાનગરપાલિકાનો કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માટે નવતર પ્રયોગ
  • RMC હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને હવે ઘરે જઈને કોરોનાની વેક્સિન આપશે
  • ઘરે બેઠા વેક્સિન લેવા માટે હેલ્પલાઈન નંબર (Helpline Number) 0281-2220600 પર ફોન કરવો પડશે

રાજકોટઃ શહેરમાં એક તરફ પૂરજોશમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) ચાલી રહ્યું છે. તો અત્યારે એવા લોકો પણ છે, જેમણે વેક્સિન નથી લીધી કે નથી લઈ શક્યા. તો મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં ઘરે ઘરે જઈને કોરોનાની વેક્સિન આપવાનું આયોજન કર્યું છે, જેમાં દિવ્યાંગો અને અશક્ત લોકો તેમ જ જે લોકો કોરોના વેક્સિન લેવા આરોગ્ય કેન્દ્રો ઉપર જઈ શકતા નથી. તેવા લોકોને આરોગ્યની ટીમ ઘરે આવીને કોરોનાની વેક્સિન આપી જશે. આવા લોકોએ માત્ર મહાનગરપાલિકાએ જાહેર કરેલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તમામ વિગતો લખવાની રહેશે. ત્યારબાદ આરોગ્યની ટીમ તેમને ઘરે જઈને કોરોનાની વેક્સિન આપશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.

દિવ્યાંગ અને અશક્ત લોકોને આપવામાં આવશે વેક્સિન

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં વધુને વધુ કોરોનાનું વેક્સિનેશન (Corona Vaccination) થાય તે માટે હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને ઘરે જઈને કોરોના વેક્સીન આપશે. આ માટે મહાનગરપાલિકાએ 0281-2220600 હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દિવ્યાંગો અને અશક્ત લોકો જે ફોન કરીને પોતાની વિગત લખાવી શકશે. તેમ જ મનપાની આરોગ્યની ટીમ (Health Team) તેમને ઘરે આવીને કોરોનાની વેક્સિન આપશે.

આ હેલ્પલાઈન નંબર (Helpline Number) 21 આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલો છે

મહાનગરપાલિકાએ દિવ્યાંગ અને અશક્ત લોકો માટે જાહેર કરેલો હેલ્પલાઈન નંબર શહેરના અલગ અલગ 21 જેટલા આરોગ્ય કેન્દ્ર (Health Centre) સાથે જોડાયેલો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે પણ વ્યક્તિ આ નંબર ઉપર ફોન કરશે. તેમની તમામ વિગતો નોંધવામાં આવશે અને ત્યારબાદ જે પણ આરોગ્ય કેન્દ્ર નજીક હશે ત્યાંથી આરોગ્યની ટીમ આવા વ્યક્તિઓને ઘરે જશે અને તેમને ઘરે જે કોરોનાની વેક્સિન આપશે.

RMC હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને હવે ઘરે જઈને કોરોનાની વેક્સિન આપશે

કોરોના વેક્સિનના બીજા ડોઝ પર ભારણ વધારે: મનપા કમિશનર

રાજકોટમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થાય તે માટે મહાનગરપાલિકા જે વિસ્તારમાં 25થી વધુ લોકો કોરોનાની વેક્સિન લેવા માગતા હોય તે વિસ્તારમાં મેગા કેમ્પ યોજીને તેમને વેક્સિન આપશે. સાથે જ રાજકોટમાં જે લોકો દિવ્યાંગો છે. તેમ જ સોસાયટીમાં એકલા રહે છે અને અશક્ત હોય અને આરોગ્ય કેન્દ્ર સુધી જઈ નથી શકતા. તેવા લોકોને પણ કોરોના વેક્સિન આપવા આરોગ્યની ટીમ તેમને ઘરે જઈને વેક્સિન આપશે. આવા લોકોને માત્ર હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પોતાની તમામ વિગતો લખાવાની રહેશે. જ્યારે હાલ રાજકોટમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ વધુમાં વધુ લોકો લે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- AMCના નિર્ણયને જોતા હવે સુરત મહાનગરપાલિકા પણ હોટેલ, જિમ, થિએટરમાં 'રસી નહીં તો પ્રવેશ નહીં' અંગે કરી રહી છે વિચારણા

આ પણ વાંચો- કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા ગ્રામ્યસ્તર સુધી કમિટીની રચના, 'અમારું બાળક કોરોનામુક્ત બાળક'નું સૂત્ર અપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.