- અસામાજીક તત્વોનો આંતક CCTVમાં કેદ
- ઝગડાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી
- પોલીસને પણ આ બાબતે કોઈ જાણકારી નથી
રાજકોટઃ રંગીલા રાજકોટમાં જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ અસામાજીક તત્વો જાહેરમાં છરી લઈને ભય ફેલાવી રહ્યા છે અને મારામારી પણ કરી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટીમાં ધોળા દિવસે જોવા મળી હતી. જેમાં જાહેરમાં જ ત્રણ જેટલા ઈસમો આતંક મચાવી રહ્યા છે અને એક વ્યક્તિને માર મારી રહ્યા છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાના CCTV વીડિયો આવ્યા સામે
આ ઘટનાના CCTV વીડિયો પણ સામે આવ્યા છે. જ્યારે આ CCTVમાં એક વ્યક્તિ જાહેરમાં જ છરી લઈને દોડતો જોવા મળી રહ્યો છે. જોકે આ યુવાનો વચ્ચે કઇ બાબતે ઝઘડો થયો છે તે હજુ સુધી સામે આવ્યું નથી. ઉપરાંત આ ઘટનની કોઈ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી નથી, પરંતુ જાહેરમાં જ અસામાજિક તત્વોનો ત્રાસ રાજકોટમાં જોવા મળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.