- દિવાળીના તહેવારોમાં ફટાકડાનું ખાસ મહત્ત્વ
- ફટાકડા વેપારીઓએ સ્ટોલ ખોલવા શરુ કરી તૈયારીઓ
- રાજકોટ ફાયરવિભાગને ફાયર એનઓસી માટે મળી રહી છે અરજીઓ
રાજકોટ: આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર છે. દિવાળીના તહેવાર દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ ફટાકડા વેચવા માટે ટેમ્પરરી સ્ટોલ ઉભા કરવામાં આવે છે. ત્યારે આ સ્ટોલ માટે ફાયર વિભાગમાંથી NOC (Fire NOC) લેવામાં આવે છે. જ્યારે હવે દિવાળીના ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ફાયર વિભાગમાં અત્યાર સુધીમાં આવા ટેમ્પરરી fireworks સ્ટોલ ઉભા કરવા માટેની 14 જેટલી અરજીઓ આવી છે. આમ તો દર વર્ષે રાજકોટના આવા નાના મોટા ફટાકડા માટેની અંદાજીત 100 કરતા વધુ અરજીઓ આવતી હોય છે. ત્યારે હજુ પણ અરજીઓ આવી રહી છે.
ફાયર વિભાગમાંથી મેળવવું પડે છે NOC
દિવાળી દરમિયાન ટેમ્પરરી ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાંથી NOC લેવું પડે છે. જ્યારે તેના માટે અરજી કરવામાં આવે છે અને ત્યારબાદ ફાયર વિભાગની ટિમ દ્વારા જે તે સ્થળની વિઝીટ બાદ આ fireworks સ્ટોલ માટેનું NOC (Fire NOC) આપવામાં આવે છે. જ્યારે આ સ્ટોલમાં આગ લાગે તો તેને બુઝાવવા માટેની શું વ્યવસ્થા છે તે તમામ બાબતો ચેક કર્યા બાદ નિયમન આધારે આ ફટાકડા વેચવા માટેનું NOC આપવામાં આવેછે. જ્યારે દર વર્ષે રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી 100 જેટલી અલગ અલગ ફટાકડા સ્ટોલ માટેની અરજી આવતી હોય છે.
અત્યાર સુધીમાં 14 જેટલી અરજીઓ આવી
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર (Rajkot Chief Fire Officer) આઈ. વી. ખેરે આ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દિવાળી દરમિયાન ટેમ્પરરી fireworks વેચવાની 14 જેટલી (Fire NOC) અરજીઓ આવી છે. જ્યારે અરજીઓ આવે એટલે અમારા સ્ટેશન ઓફિસર આ સ્થળોએ વિઝીટ કરવા જાય છે. જ્યારે ફાયર સેફટીના તમામ સાધનો હોય અને ફટાકડાના સ્ટોલ માટેના જે નિયમો હોય તે તમામ બાબતોની ચકાસણી બાદ જ તેમને ફાયર વિભાગ ફવાર NOC આપવામાં આવે છે.
દિવાળીમાં કોઈ પણ ફાયર કર્મીઓને રજા નહીં
જ્યારે દિવાળી હોય ત્યારે સામાન્ય રીતે fireworks ફોડવા દરમિયાન આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. એવામાં રાજકોટ ચીફ ફાયર ઓફિસર (Rajkot Chief Fire Officer) આઈ.વી ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવાળી દરમિયાન અમારા તમામ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવે છે અને ધનતેરસથી કર્મચારીઓ આગના બનાવો અટકાવવા માટે ખડેપગે હોય છે.
આ પણ વાંચોઃ રાજકોટ ફાયર વિભાગની બે-બે વાર નોટિસ છતાં 50 જેટલી શાળાઓએ નથી લીધું NOC
આ પણ વાંચોઃ રાજકોટ ગ્રામ્યની 110 શાળા અને 16 હોસ્પિટલ સીલ કરવાનો આદેશ અપાયો : જાણો શુ છે કારણ