ETV Bharat / city

જેસ્સું જોરદાર ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રાજકોટમાં કરાયું લોન્ચ - Gujarati film

તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ધીમે-ધીમે થિયેટરમાં પણ ફિલ્મો નવી-નવી આવી રહી છે. એવામાં તાજેતરમાં જ નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ જેસ્સું જોરદારનું આજે ટ્રેલર રાજકોટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

જેસ્સું જોરદાર ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રાજકોટમાં કરાયું લોન્ચ

author img

By

Published : Sep 5, 2021, 3:33 PM IST

  • ગુજરાતી ફિલ્મ જેસ્સું જોરદારનું ટ્રેલર રાજકોટમાં લોન્ચ કરવામાં આવ્યું
  • જેસ્સું જોરદાર ફિલ્મ આગામી દિવસોમાં ગુજરાતના થિયેટરોમાં જોવા મળશે
  • ગુજરાતીઓ પોતાના આખા પરિવાર સાથે માણી શકશે આ ફિલ્મ

રાજકોટ: કોરોનાની મહામારીના કારણે તમામ ઉદ્યોગધંધા પર તેની અસર વર્તાઈ રહી છે. જેમાં છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ થિયેટરો પણ બંધ હતા. ત્યારે તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે થિયેટરમાં પણ ફિલ્મો આવી રહી છે. એવામાં તાજેતરમાં જ નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ જેસ્સું જોરદારનું ટ્રેલર રાજકોટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ સમયે ફિલ્મના મુખ્ય અભિનેતા-અભિનેત્રીઓ તેમજ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સહિતના ફિલ્મ સાથે જોડાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેસ્સું જોરદાર ફિલ્મ આગામી દિવસોમાં ગુજરાતના થિયેટરોમાં જોવા મળશે. તે પહેલા આ ફિલ્મનું ટ્રેલર રાજકોટ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઇને ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર સહિતના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

જેસ્સું જોરદાર ગુજરાતી ફિલ્મનું ટ્રેલર લોન્ચ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા થિયેટરમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સમયે ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્મા, પ્રોડ્યુસર શોભના ભુપત બોદર, કો-પ્રોડ્યૂસર વૃંદાવન બ્રહ્મભટ્ટ તેમજ ફિલ્મના મુખ્ય કલાકાર એવા કુલદીપ ગોર અને ભક્તિ કુબાવત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જાણવા જેવી બાબત એ છે કે, ફિલ્મના ડાયરેક્ટર એવા રાજન વર્મા બોલિવૂડમાં પણ સારું એવું નામ ધરાવે છે અને તેમને બોલીવુડમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેમને ઘણી બધી એડ ફિલ્મો પણ બનાવી છે. આ સાથે જ તેઓએ જેસ્સું જોરદારથી ગુજરાતી ફિલ્મ બનાવવાની શરૂઆત કરી છે.

સંપૂર્ણ પારિવારીક, કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ

જેસ્સુ જોરદાર ગુજરાતી ફિલ્મનું ટ્રેલર આજે રાજકોટ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, ગોવા, મુંબઇ સહિતના શહેરોમાં કરવામાં આવ્યું છે. જ્યારે આ ફિલ્મના બોલીવુડ ગીતો જેવા જ ગુજરાતી ગીતો રાખવામાં આવ્યા છે. જ્યારે ફિલ્મ સંપૂર્ણ રીતે પારિવારિક અને કોમેડી તેમજ રોમેન્ટિક છે. જેને ગુજરાતીઓ પોતાના આખા પરિવાર સાથે માણી શકશે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ ફિલ્મ દર્શકોની માંગણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે ગુજરાતીઓને પણ ખુબ જ ગમશે.

પ્રોડ્યૂસર શોભના બોદરની પાંચમી ફિલ્મ

શિવમ જેમીન એન્ટરપ્રાઈઝ પ્રા.લિ તથા ફિલ્મ પ્રોડ્યૂસર શોભના બોદરની આ પાંચમી ફિલ્મ માનવામાં આવી રહી છે. જે આ દિવસોમાં રૂપેરી પડદે ધૂમ મચાવશે. જ્યારે આ અંગે શોભના બોદરે જણાવ્યું હતું કે, ફિલ્મ સંપૂર્ણ રીતે દર્શકોની માંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં રોમાન્સ, કોમેડી પણ છે તેમજ આ ફિલ્મ સંપૂર્ણ રીતે પારિવાર સાથે જોઈ શકાય તેવી બનાવવામાં આવી છે. જ્યારે ફિલ્મનું પોસ્ટર પણ એટલું જ હિટ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.